________________
(૨) પાણપુત્રે (પાણીનું દાન આપવાથી), (૩) લયણપુન્ને (પાત્ર - વાસણનું દાન દેવાથી), (૪) સયણપુન્ને (શય્યા મકાન દેવાથી), (૫) વત્થપુત્રે - (વસ્ત્ર દેવાથી), (૬) મનપુત્રે (મનથી સર્વનું ભલું ચિંતવવાથી), (૭) વચનપુશે (વચનથી સૌના ગુણાનુવાદ કરવાથી તથા ઉપકારી સુખદાતા વચન ઉચ્ચારવાથી), (૮) કાયપુત્રે - (શરીરથી બીજાની વૈયાવચ્ચ કરવાથી અને ગુણી મનુષ્યોને શાતા ઉપજાવવાથી), (૯) નમસ્કાર પુત્રે - (યોગ્ય ઠેકાણે નમસ્કાર કરવાથી તથા સર્વેની સાથે વિનય રાખવાથી.)
એ નવ પ્રકારે બાંધેલાં પુણ્યનાં ફળો ૪૨ પ્રકારે ભોગવે છે. તેનાં નામ - (૧) શાતા વેદનીય, (૨) ઉચ્ચ ગોત્ર, (૩) મનુષ્ય ગતિ, (૪) મનુષ્યાનુપૂર્વી +, (૫) દેવ ગતિ, (૬) દેવાનુપૂર્વી, (૭) પંચેન્દ્રિયની જાતિ, (૮) ઔદારિક શરી૨, (૯) વૈક્રિય શરીર, (૧૦) આહા૨ક શરીર, (૧૧) તૈજસ શ૨ી૨, (૧૨) કાર્યણ શરીર, (૧૩) ઔદારિક શરીરનાં અંગોપાંગ, (૧૪) વૈક્રિય શરીરનાં અંગોપાંગ, (૧૫) આહારક શરીરનાં અંગોપાંગ D, (૧૬) વજૠષભનારાચ સંઘયણ, (૧૭) સમચતુરસ્ત્ર સંઠાણ, (૧૮) શુભ વર્ણ, (૧૯) શુભ ગંધ, (૨૦) શુભરસ, (૨૧) શુભ સ્પર્શ, (૨૨) અગુરુ લઘુનામ (પોતાનું શરીર હલકું કે ભારે લાગે નહિ તે આ કર્મથી), (૨૩) પરાઘાત નામ (બીજાથી હારે નહિ), (૨૪) ઉશ્વાસ નામ (પૂરો ઉશ્વાસ લે), (૨૫) આતાપનામ (પ્રતાપી), (૨૬) ઉદ્યોતનામ (તેજસ્વી), (૨૭) શુભ ચાલવાની ગતિ, (૨૮) નિર્માણ નામ (અંગોપાંગ બરોબર યોગ્ય સ્થાને હોય), (૨૯) ત્રસનામ, (૩૦) બાદરનામ, (૩૧) પર્યાપ્તનામ, (૩૨) પ્રત્યેકનામ (એક શરીરમાં એક જીવ), (૩૩) સ્થિરનામ (શરીરનો બાંધો દૃઢ હોય), (૩૪) શુભનામ, (૩૫) સૌભાગ્ય નામ, (૩૬) સુસ્વરનામ, (૩૭) આદેય નામ (સર્વ જન વચન માન્ય કરે), (૩૮) યશોકીર્તિનામ, (૩૯) દેવતાનું આયુષ્ય, (૪૦) મનુષ્યનું આયુષ્ય, (૪૧) તિર્યંચનું આયુષ્ય જુગલવત્, (૪૨) તીર્થંકર નામકર્મ (તીર્થંકરની પદવી પામે) એ ૪૨ પ્રકારથી પુણ્યના ફળ ભોગવે છે.
પુણ્યનું જાણપણું સૂક્ષ્મ બુધ્ધિથી કરવાની ઘણી જરૂ૨ છે. વળી પુણ્યકર્મ જ્યાં આદરવા જોગ હોય ત્યાં જરૂર આદરે અને છોડવા જોગ હોય ત્યાં જરૂર છોડે, એ બાબતમાં વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ. એકાંત પક્ષ તાણવો નહિ. પુણ્ય કર્મ છોડવું જ જોઇએ એમ એકાંત કહે તો જેના ફળમાં તીર્થંકર
+ જીવને એક ભવમાંથી બીજા ભવમાં લઈ જનારી પ્રકૃતિ તે આનુપૂર્વી. T અંગ એટલે શરીર અને ઉપાંગ એટલે હાથ, પગ, આંગળી વગેરે.
૧૯૮
સૂત્ર ધર્મ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org