SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ખારેક, ખજૂર, દાલચીની (તજ), તમાલ નાળિયેર, એલચી, લવિંગ, તાડ, કેળા વગેરે ઘણી જાતનાં છે. (૮) પāગા - જે છોડના થડ અને ડાળોમાં ગાંઠ હોય, જેમકે – શેરડી, એરંડો, નેતર, વાંસ વગેરે. (૯) કુહણા - જે ધરતીને ફાડીને જોરથી નીકળે તે જેમકે – મીંદડીના વેલા, કૂતરાના ટોપ વગેરે (૧૦) જલરુહ - જે પાણીમાં પેદા થાય છે જેમકે - કમળ, સિઘોડું, કમળકાકડી, સેવાળ વગેરે (૧૧) ઓસહી - ચોવીસ પ્રકારના અનાજને ઓસહી કહે છે. એના બે ભેદ છે. (૧) લહા (દાળ ન થાય એવાં), (૨) કઠોળ (દાળ થાય એવાં). એમાં લહાના ૧૪ ભેદ છે. (૧) ઘઉં, (૨) જવ, (૩) જાર, (૪) બાજરો, (૫) કમોદ, (૬) વરી, (૭) વરટી, (૮) રાલ, (૯) કાંગણી, (૧૦) કોદરા, (૧૧) મણી , (૧૨) મકાઈ, (૧૩) કૂરી, (૧૪) અલસી. - હવે કઠોળના ૧૦ ભેદ છે. (૧) તુવેર, (૨) મઠ, (૩) અળદ, (૪) મગ, (૫) ચોળા, (૬) વટાણા, (૭) તિવડા, (૮) કળથી, (૯) મસૂર, (૧૦) ચણા એ સર્વે મળી ૨૪ પ્રકારનાં અનાજ (ઓસહી) છે. (૧૨) હરિકાય : ભાજીપાલાને હરિફાય કહે છે. જેમકે - મૂળાની ભાજી, મેથીની ભાજી, સૂવાની ભાજી વગેરે જાતની ભાજી છે. એ બાર જાતની પ્રત્યેક વનસ્પતિમાં, ઉગતી કૂણી વનસ્પતિમાં અનંત જીવો, મોટી થયા પછી લીલી રહે ત્યાં સુધી અસંખ્યાતા જીવો અને પાકી ગયા પછી બી જેટલા જીવ અગર એક, બે એમ સંખ્યાતા જીવો હોય છે. - સાધારણ વનસ્પતિકાય - જમીકંદ અથવા કંદમૂળને સાધારણ વનસ્પતિકાય કહે છે. તેના ઘણા ભેદ છે. મૂળાના કાંદા, આદુ પિંડાળું, લસણ, ડુંગળી, સુરણ, વજકંદ, ગાજર, આલુ, (બટેટા), ખુરશાણી, અમરવેલ, થોર, હળદર, સિહકરણી, સકરકંદ વગેરે ઘણી જાત છે સોયના અગ્રભાગ ઉપર રહે એટલી સાધારણ વનસ્પતિમાં અસંખ્યાતી શ્રેણી (ઘરોની શેરી) એમાંની એક એક શ્રેણીમાં અસંખ્યાતા પ્રતર, (ઘરના માળા), એમાંના એક એક પ્રતરમાં અસંખ્યાતા શ્રી જૈન તત્ત્વ સાર ૧૮૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy