SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ દાવાનળનો, ઉલ્કાપાતનો, વડવાનળનો (સમુદ્રમાંથી પાણીને શોષણ કરનાર અગ્નિ), સૂર્યકાંત કાચનો (આઇ ગ્લાસનો) વાંસનો કાષ્ઠનો ઇત્યાદિ ઘણી જાતની તેઉકાય છે. તેઉકાયના મુખ્ય ૪ ભેદ છે. (૧) સૂક્ષ્મ તેઉકાયના અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ તેઉકાયના પર્યાપ્તા, (૩) બાદર તેઉકાયના અપર્યાપ્તા, (૪) બાદર તેઉકાયના પર્યાપ્તા એ પ્રમાણે ૪ ભેદ થયા. તેઉકાયની ૭ લાખ જાતિ છે. ૩ લાખ ક્રોડ કુળ છે. આયુષ્ય જન્ય અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિનું (ત્રણ રાત અને ત્રણદિવસ) છે. (૪) સુમતિથાવરકાય : (વાયુકાય - પવન) - એના બે ભેદ સૂક્ષ્મ અને બાદર એ બેના વળી બબ્બે ભેદ છે. અપર્યાપ્તા અને પર્યાપ્તા તેથી વાયુકાયના મુખ્ય ૪ ભેદ થયા (૧) સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તા, (૩) બાદર વાયુકાયના અપર્યાપ્તા, (૪) બાદર વાયુકાયના પર્યાપ્તા. સૂક્ષ્મ વાયુકાય આખાલોકમાં ઠાંસોઠાંસ ભર્યા છે. અને બાદર વાયુકાય લોકના દેશભાગમાં (અમુક ભાગમાં) છે. બાદર વાયુકાયના ૧૬ ભેદ છે. (૧) પૂર્વનો, (૨) પશ્ચિમનો, (૩) ઉત્તરનો, (૪) દક્ષિણનો, (૫) ઊંચી દિશાનો (૬) નીચી દિશાનો (૭) તિર્થ્ય દિશાનો (૮) વિદિશાનો (ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય) (૯) ભ્રમરનો (ચક્કર) વાયુ (૧૦) મંડળવાયુ (ચારખૂણે ફરે તે) (૧૧) ગુંડળ વાયુ (ઊંચે ચડે તેવો) (૧૨) ગુંજ વાયુ (વાજાવાગે એવો અવાજ આવે તે)(૧૩) ઝંઝા વાયુ (ઝાડ ઉખેડી નાખે તે) (૧૪) શુધ્ધ વાયુ (મધુર મધુર ચાલે તે) (૧૫) ઘનવાયુ (૧૬) તનવાયુ (આ બે નરક, સ્વર્ગની નીચે છે.) એ પ્રમાણે ૧૬ નામ કહ્યા ઇત્યાદિ વાઉકાયના અનેક પ્રકાર છે. વાયુકાયની ૭ લાખ જાતિ છે. ૭ લાખક્રોડ કુળ છે. આયુષ્ય જઘન્ય અંતર્મુર્હતનું ઉત્કૃષ્ટ ૩ હજાર વર્ષનું છે. (૫) પયાવચ્ચ (વનસ્પતિ) સ્થાવર કાય - એના બે ભેદ : સૂક્ષ્મ અને બાદર તેમાં સૂક્ષ્મના વળી બે ભેદ છે. અપર્યાપ્તા અને પર્યાપ્તા બાદર વનસ્પતિકાયના બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ એમ (૧) સૂક્ષ્મ, (૨) પ્રત્યેક અને (૩) સાધારણ. એ ત્રણના અપર્યાપ્તા અને શ્રી જૈન તત્ત્વ સાર ૧૮૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy