________________
પાંડુ અને (૭) ગોપીચંદન એમ કોમળ માટીના ૭ પ્રકાર છે.
ખાણની માટી, કાંકરા, રેતી, પથ્થર, લોઢાની, તાંબાની, સીસાની, ચાંદીની માટી, સોના આદિની, હરતાલ, હીંગળો આદિ ૨૨ પ્રકાર કઠણ પૃથ્વીકાયના છે.
રત્નના ૧૮ પ્રકાર છે. ઇત્યાદિ અનેક પ્રકાર પૃથ્વીકાય (માટી)ના જાણવા.
પૃથ્વીકાયના ૪ ભેદ છે. (૧) સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્તા, (૩) બાદર પૃથ્વીકાયના અપર્યાપ્તા, (૪) બાદર પૃથ્વીકાયના પર્યાપ્તા.
પૃથ્વીકાયની જાતિ ૭ લાખ છે. અને ૧૨ લાખ ક્રોડ કુલ છે. પૃથ્વીકાયના જીવોનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ર૨ હજાર વર્ષનું છે.
(૨) બંબી થાવરકાય (અકાય) તેના ૪ ભેદ (૧) સર્વ લોક વ્યાપ્ત સૂક્ષ્મ અપકાય અને (૨) લોકના દેશ વિભાગમાં રહેલા બાદર અપકાય તે બન્નેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૪ ભેદ.
બાદર અપકાયના વિશેષભેદ : વરસાદનું, સદા રાત્રિના સમયે વરસે તે ઠારનું, ધૂમ્મસનું, ઓસનું, ઠંડું, લવણનું, કૂવાદિનું પાણી ઇત્યાદિ અનેક પ્રકારનું પાણી છે.
અપકાયના ૪ ભેદ (૧) સૂક્ષ્મ અકાય અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ અકાય પર્યાપ્તા, (૩) બાદર અકાય અપર્યાપ્તા, (૪) બાદર અકાય પર્યાપ્તા.
અપકાયની ૭ લાખ જાતિ છે. ૭ લાખ ક્રોડ કુળ છે. આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષનું છે.
(૩) સMિથાવરકાય: (તેઉકાય) તેનો પહેલો ભેદ સૂક્ષ્મ છે તે સૂક્ષ્મ છે. તેઉકાયના જીવો આખા લોકમાં ઠાંસોઠાંસ ભર્યા છે. સૂક્ષ્મ તેઉકાયના બે ભેદ છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય, (૨) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય.
તેઉકાયનો બીજો ભેદ બાદર છે તે બાદ તેઉકાય લોકના દેશ ભાગમાં (અમુક જ ભાગમાં) છે. તેના પણ બે ભેદ છે. (૧) અપર્યાપ્તા બાદર તેઉકાય, (૨) પર્યાપ્તા બાદર તેઉકાય.
બાદર તેઉકાયના ૧૪ ભેદ છે. નિર્દૂમ, નિભાડાનો, તૂટતી જ્વાલાનો, અખંડ વાળાનો, ચકમકનો, વીજળીનો, તારા ખરે તેનો, અરણીના લાકડાનો,
સૂત્ર ધર્મ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org