SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક એ ચાર દેવતા અને ૪ તેની દેવીઓ મળી . તેર અને ૧૪માં સિધ્ધ, (૧૫) - ભેદ - સૂક્ષ્મ એકેંદ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈદ્રિય, તઈદ્રિય, ચઉરિન્દ્રિય, અસંસી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય , એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૧૪ અને ૧૫માં સિધ્ધ. જીવના ૫૬૩ ભેદ હવે વિસ્તારથી જીવના ભેદ પ૬૩ થાય છે. તેમાં નારકીના ૧૪ ભેદ, તિર્યંચના ૪૮ ભેદ, મનુષ્યના ૩૦૩ ભેદ અને દેવતાના ૧૯૮ ભેદ છે. નારકીના ૧૪ ભેદ (૧) ઘમ્મા, (૨) વંશા, (૩) શીલા, (૪) અંજના, (૫) રિઠ્ઠા, (૬) મઘા, (૭) માઘવઇ એ સાત નારકી જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૭ X ૨ =૧૪ ભેદ નારકીના થયા. નરકના જીવોની ૪ લાખ જાતિ છે. ૨૫ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ - ૩૩ સાગરનું છે. તિર્યચના ૪૮ ભેદ (૧) ઇદી થાવરકાય (પૃથ્વીકાય) - તેના ૪ ભેદ (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય, કે જે સર્વ લોકમાં કાજળની ડબ્બીની જેમ ઠાંસોઠાંસ ભરેલા છે પણ આપણને દૃષ્ટિગોચર નથી તે, (૨) બાદર પૃથ્વીકાય, કે જે લોકના દેશ વિભાગમાં રહેલા છે. અને તેમાંના કેટલાક આપણે જોઈ શકીએ છીએ. અને કેટલાક જોઈ શકતા નથી. અને તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૪ ભેદ પૃથ્વીકાય જીવોના જાણવા. હવે તેમાંથી બાદર પૃથ્વીકાયના વિશેષ ભેદ કહે છે. (૧) કાળી માટી, (૨) લીલી માટી, (૩) લાલ માટી, (૪) પીળી માટી, (૫) સફેદમાટી, (૬) - જે માતાપિતાના સંયોગથી મનુષ્ય, તિર્યંચ ઉત્પન્ન થાય, દેવતાની શય્યામાં દેવ ઉત્પન્ન થાય છે, તથા નરકની કુંભીઓમાં નારકી ઉત્પન્ન થાય છે તે સંજ્ઞી જીવ. તે સિવાયના બધા સંમૂર્છાિમ જીવ. જે મનુષ્ય, તિર્યંચમાં ઉત્પન્ન થાય છે તે અસંશી જીવ જાણવા, સંજ્ઞીને મન હોય છે. અસંશીને મન હોતું નથી. શ્રી જૈન તત્વ સાર ૧૮૩ | Jain Education International For Private & Persohal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy