SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિકરણ ૨.સૂત્ર ધર્મ) ગાથા : पढमं नाणं तओ दया, एवं चिठ्ठइ सव्व संजए । अन्नाणी किं काही, किंवा नाही य सेय पावगं ॥ ( શ્રી દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪, ગાથા ૧૦) “પ્રથમ જ્ઞાન પછી દયા” જ્ઞાનથી જીવ અજીવને જાણે તો જ તેની રક્ષા કરી શકે. માટે સર્વે ધર્માત્માઓએ પ્રથમ જ્ઞાનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. જેને જ્ઞાનનો અભ્યાસ નથી તે પોતાના આત્માનું સુખ-કલ્યાણ કયા કર્મોથી થાય છે ? અને દુઃખો કયા કર્મોથી આવે છે, તે જાણે નહિ. જે સુખદુઃખ લાવનારાં કર્મોને નહિ જાણે તે શું કરી શકશે ? કંઈ જ નહિ. ગાથાઃ નાણસ સવ્વસ પIRI[, સેન્નાઈ મોદસ વિવVIE | रागस्स दोसस्स य संखएणं, एगंत सोक्खं समुवेइ मोक्खं ॥ (શ્રી ઉત્તરાધ્યયન અધ્ય. ૩ર) હૃદયમાં જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મોહનો નાશ થાય છે. અજ્ઞાન અને મોહનો નાશ થવાથી હૃદયમાં જ્ઞાનમય મહાન દિવ્ય પ્રકાશ પૂર્ણ સ્વરૂપે પ્રગટે છે. એ દિવ્ય પ્રકાશથી જગતના તમામ પદાર્થોનું અને રાગદ્વેષથી થતા કર્મબંધનાં ફળોનું હસ્તામલકવત્ જાણપણું થાય છે. એ જ્ઞાન વડે જે કોઈ તમામ કર્મોનું મૂળ રાગદ્વેષ જ છે એમ જાણી તેનો ત્યાગ કરશે તે એકાંત શાશ્વત અને અવિનાશી મોક્ષના સુખોને સદેવ ભોગવનાર થશે. માટે સાચા સુખની ઇચ્છાવાળાં પ્રાણીઓએ સજ્ઞાનનો અભ્યાસ પ્રથમ કરવો જોઈએ. - હવે અહીં જ્ઞાનરૂપી મહાસાગરમાંથી બિંદુરૂપે જ્ઞાનની જે જે ખાસ બાબતોની મોક્ષાભિલાષી પ્રાણીઓને આવશ્યકતા છે, તે સંક્ષેપમાં યથામતિ દર્શાવું છું. હું તત્ત્વ, ૭ નય, 8 નિક્ષેપ, ૪ પ્રમાણ વગેરે ઉપયોગી બાબતોનું જ્ઞાન થવાથી પ્રાણી પોતાના આત્માને કયાંથી અને કઈ રીતે સુખ મળશે તે શોધી શકશે. શ્રી જૈન તત્વ સાર સાર ૧૭૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy