________________
ધર્મ આરાધનના શાસ્ત્રમાં પાંચ સાધનો બતાવ્યા છે. (૧) ઉત્થાન = સાવધાન થવું, (૨) કમ્મ = પ્રવૃત્ત થવું, (૩) બલ = સ્વીકાર કરવો, (૪) વીર્ય =પાલન કરવું અને (૫) પુરુષાકાર પરાક્રમ = પાર પહોંચાડવું આવી રીતે વીર્યનું ફૂરાયમાન કરવું.
આવા અમુલ દસ સાધનો ઉપરથી મનમાં દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરવો કે સદ્ધર્મની પ્રાપ્તિ કેટલી બધી મુશ્કેલ છે. મહાન પુણ્યના ઉદયથી આઠ સાધનની પ્રાપ્તિ થઈ છે. છેલ્લા બે સાધનો શ્રદ્ધા અને વીર્ય સ્કુરાયમાન આ બે જ મેળવવા બાકી છે. જો એ બંને મળી જાય તો મનુષ્ય જન્મ સહજવારમાં જ સાર્થક થઈ જતાં વાર નહિ લાગે.
આગમ મળ્યા છે અણમૂલા જે શ્રદ્ધા કરે ભાવથી મૈત્રી ભક્તિ વિરકિત તણી સુક્તિ આચરે દિલથી ત્વમેવ સચ્ચે જે જિણે હિં પૂજન કરે પ્રીતથી તે તારક પ્રભુની જિનવાણીને વંદન કરું ભાવથી
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાનની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ તું નાવિક મળ્યો.
ધર્મ પ્રાપ્તિ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org