________________
(૬) નિરોગી શરીરઃ પૂર્ણ તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ એ વિના ધર્મક્રિયા કરવી મુશ્કેલ છે. કોઈક પૂરા ભાગ્યશાળીનો જ પૂર્ણ નિરોગી શરીર સદાકાળ માટે રહે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે “વાહી નાવ ન વકૂફ તાવ મં સમાય !” જ્યાં સુધી શરીરમાં વ્યાધિએ જોર નથી પકડયું ત્યાં સુધીમાં ધર્મ કરી લે. આપણા શરીરમાં (૫, ૬૮, ૯૯, ૫૮૪) રોગો ગુપ્તપણે રહેલાં છે. પુણ્યનો ઉદય હોય છે ત્યાં સુધી બધા દબાયેલા રહે છે. પાપોનો ઉદય થયો કે તરત જ બધા બહાર નીકળી થોડીવારમાં જ શરીરનો વિનાશ કરે છે. શરીરમાં રોગ હોય તો ધર્મકરણી શી રીતે કરી શકાય? માટે કહ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” મરાઠીભાષામાં પણ કહે છે કે “પહિલે પોટોબા મગ વિઠોબા”
(૭) સદ્ગુરુ સંગ : અગાઉની ૬ જોગવાઈ જીવને અનંતીવાર મળી છતાં કાર્યસિધ્ધિ ન થઈ કેમકે સાતમું સાધન “સદ્ગુરુની સંગત” મળવી બહુ જ કઠણ છે. સદ્ગુરુ મળવા ઘણાં જ દુર્લભ છે દોહરો :- “ગુરુ લોભી ચેલા લાલચુ દોનો ખેલે દાવ,
દોનો બુડે બાપડા બેઠ પત્થરકી નાવ.” ગુરુ શિષ્ય આવા હોય તો એના સંગ આવતાં બધાને ડુબાડી દે માટે સરુનો સંગ મળવો દુર્લભ છે.
જેને પણ સત્યધર્મની પીછાણ કરવી હોય તેણે કનક અને કાંતાના ત્યાગી, નિર્લોભી સદ્ગુરુને શોધી તેને સ્વીકાર કરવો. એવા સદ્ગુરુ જ સત્ય ધર્મની પ્રાપ્તિ કરાવશે. અને મિથ્યાત્વ રૂપ અંધકારનો નાશ કરશે. ગુરુ શબ્દનો પણ આ જ અર્થ થાય છે. ગુ - અંધકાર, ૨ – પ્રકાશ જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય તે જ સાચા ગુરુ છે. શુધ્ધ ઉપદેશ કરનારા ગુરુમાં જે ૨૫ ગુણો હોય તે દર્શાવે છે.
સર્વક્તાના ૨૫ ગુણો
(૧) દઢ શ્રધ્ધાવંત, (૨) વાંચના કલાવંત, (૩) નિશ્ચય અને વ્યવહારના જાણકાર, (૪) જિનાજ્ઞાના ભંગથી ડરે, (૫) ક્ષમાવંત, (૬) નિરાભિમાની, (૭) નિષ્કપટી, () નિર્લોભી, (૯) શ્રોતાઓના અભિપ્રાયને જાણનાર, (૧૦) ધૈર્યવંત, (૧૧) હઠાગ્રહ નહિ (૧૨) નિંદ્ય કર્મથી રહિત, (૧૩) કુળ
ધર્મ પ્રાપ્તિ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org