________________
ગાથા વેમુ વંમ હોમ્સ , મુNT હો ત્તિો ! _वइस्सो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥३३॥
કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કહેવાય છે. જ્ઞાનાતીતિ ત્રીદીપ:' આત્માને જાણે તે બ્રાહ્મણ, ક્ષેત્ર ત્રાયતે યઃ : ક્ષત્રિય અનાથોનું રક્ષણ કરે તે ક્ષત્રિય, નીતિથી વેપાર કરે તે વૈશ્ય, સેવા કરે તે શુદ્ધ કહેવાય છે.
जपो नास्ति तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः । दया दानं दमो नास्ति, इति चंडाललक्षणम् ॥
જપ, સ્મરણ, ધ્યાન, દાન, કીર્તન, વ્રત નિયમ કરતો નથી સદા ખાવા પીવામાં ભોગ વિલાસમાં આનંદ માને છે તે ખરેખર ચાંડાલ છે
જ્યાં સદ્ગણો રહેલા છે તે ઉત્તમકુળ છે એવું ઉત્તમકુળ તે જૈનકુળ અને જૈનકુળમાં જન્મ થવો તે મહામુશ્કેલ છે.
(૪) દીર્ઘ આયુષ્ય : ઉત્તમકુળ તો મળ્યું પણ તેની સાથે લાંબુ આયુષ્ય મળવું એ પણ મુશ્કેલ છે. સત્ય બોલવાથી, જીવહિંસા ન કરવાથી. સંયમની આરાધના કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. દીર્ઘ આયુષ્ય મળી ગયું પણ ખાવા પીવામાં, સુવામાં, બાળપણમાં, વૃધ્ધાવસ્થામાં સમય ચાલ્યો જાય છે બાકી રહી યુવા અવસ્થા એમાં પણ રોગાદિમાં પરીવારની પળોજણમાં, ખુશામત કરવામાં સમય ચાલ્યો જાય છે. આવું દીર્ઘ આયુષ્ય પણ નકામું છે. ધર્મ કરવાનું મન થાય, સદ્ઘાંચન, સત્સંગ કરવાનું મન થાય તો દીર્ઘ આયુષ્ય કામને માટે હે જીવ! મળેલા દીર્ઘ આયુષ્યનો સદુપયોગ કરી સદ્ગણોને પ્રાપ્ત કરવામાં જ સાર છે.
(૫) પૂર્ણ ઇન્દ્રિયો : લાંબુ આયુષ્ય પણ પુણ્યના યોગથી મળી ગયું પણ તેટલાથી કાર્ય સિધ્ધ થતું નથી આયુષ્યની સાથે “પાંચ ઇન્દ્રિયો પૂરી નિરોગી” મળવી એ ઘણું કઠીન છે. ઇન્દ્રિયો નિરોગી નહિ હોય તો ધર્મ કર્મ થઈ શકતા નથી.
શાસ્ત્રમાં કહ્યું છે કે “જ્ઞાવિંદ્રિય ન હોયંતિ તાવ મં સમાયરે ' જ્યાં લગી ઇન્દ્રિયો નિર્બળ થઈ નથી ત્યાં સુધીમાં ધર્મકરણી કરી લે.
શ્રી જૈન તત્ત્વ સાર
૧૭૩
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org