SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દસ બોલની દુર્લભતા (૧) મનુષ્યભવ: મનુષ્ય દેહની પ્રાપ્તિ અનંત પુણ્યની વૃધ્ધિ થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. પ્રકૃતિની ભદ્રતા, વિનીતતા, સાનુકોશતા(અનુકંપા), અમત્સરતા આ ચાર બોલ આરાધે ત્યારે મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે માટે હે જીવો ! હવે પ્રમાદને તજો અને પરમાત્માને ભજો, કારણકે મનુષ્યભવ એ જંકશન છે. અહીંથી પાંચે ગતિમાં જઈ શકાય છે ભગવાને પણ કહ્યું છે. ગાથા: કુત્સદે વસુ માપુરે પવે, વિરાને વિ સલ્વપt I गाढा य विवाग कम्मुणो, समयं गोयम ! मा पमायए । ગાઢ કર્મોના વાદળાં દૂર થતાં ઘણા સમય પછી આ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ છે હે ગૌતમ ! હવે પ્રમાદ ન કરો સમસ્ત જીવ સૃષ્ટિને ભગવાને વાત કહી છે તે જીવો! ઘણું ખાધું, પીધું, ભોગવ્યું. જેનો વિચાર કરીએ તો માપ નીકળી શકે તેમ નથી તેથી સુંદર મઝાના મળેલાં મનુષ્યભવનો સતત વિચાર કરો. (૨) આર્યક્ષેત્ર મનુષ્ય જન્મ તો મળી ગયો પણ તેમાં આર્યક્ષેત્ર મળવું તે અતિ દુર્લભ છે. આર્યદેશમાં પણ કર્મભૂમિ મળવી એ પુણ્યની નિશાની છે. પ૬ અંતરદ્વીપના મનુષ્યો અને ૩૦ અકર્મભૂમિના મનુષ્યો એ ૮૬ ક્ષેત્રના મનુષ્યો ધર્મ સમજતા નથી પૂર્વના પુણ્યને ભોગવે છે. ૧૫ કર્મભૂમિમાં પણ મહાવિદેહમાં તો સદાકાળ ધર્મ પ્રવર્તે છે. ૫ ભરત, ૫ ઇરવતમાં દસ ક્રોડાકોડી સાગરમાં એક ક્રોડાકોડી સાગર જેટલો કાળ ધર્મ કરવાનો રહે છે. ૫ ભરત, ૫ ઈરવત, એ ૧૦ ક્ષેત્રમાંના એક એક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. એમાંથી ધર્મ કરવાના માત્ર સાડા પચ્ચીશ આર્ય દેશ છે. આવા સુંદર મજાના આર્યદેશમાં જન્મીને અનાર્યપણું દૂર કરી સાચા અર્થમાં આર્ય બની એ તો માનવમાંથી મહામાનવ બનતાં વાર નહિ લાગે. (૩) ઉત્તમકુળ - આર્યદેશમાં જન્મ થયા પછી ઉત્તમકુળમાં જન્મ મળવો બહુ જ મુશ્કેલ છે. મહાપુણ્યશાળી તેનો જ ઉત્તમ કુળમાં જન્મ થાય છે. નીચકુળની સંખ્યામાં ઉત્તમકુળની સંખ્યા ઘણી જ અલ્પ છે એ જ ઉત્તમકુળની મહત્તા બતાવે છે ઊંચનીચપણું જાતિથી નહીં પણ ગુણ કર્મથી કહ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના રૂપમાં અધ્યયનમાં કહ્યું છે કે ..... |૧૭૨ ધર્મ પ્રાપ્તિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy