________________
(૫) “કાળથી બાદર પુદ્ગલ પરાવર્તન' - (૧) સમય, (૨) આવલિકા આંગળીને જલ્દી દોરો વીંટતાં એક આંટામાં જેટલો વખત લાગે તેને એક આવલિકા કહે છે. (૩) શ્વાસોચ્છવાસ, (૪) સ્તોક (૭ શ્વાસોચ્છવાસ જેટલા સમયને ૧ સ્તોક કહે છે), (૫) લવ (ઘણી ઉતાવળથી ઘાસ કાપતાં જેટલા વખતમાં એક કોળી કપાય તેટલા સમયને એક લવ કહે છે), (૬) મુહૂર્ત (બે ઘડી), (૭) અહોરાત્રિ (દિનરાત), (૮) પક્ષ (પખવાડિયું (૯) માસ, (૧૦) ઋતુ (વસંત, ગ્રીષ્મ વગેરે બબ્બે માસની), (૧૧) અયન (દક્ષિણાયન અને ઉત્તરાયન તે છ છ માસનું), (૧૨) સંવત્સર ૧ વર્ષ), (૧૩) યુગ (૫ વર્ષનો ૧ યુગ), (૧૪) પૂર્વ (૭૦ લાખ, પ૬ હજાર ક્રોડ વર્ષનું ૧ પૂર્વ), (૧૫) પલ્ય (શાસ્ત્રમાં કહેલ માપનો એક કૂવો વાળના અગ્ર ભાગથી ભરે એ દૃષ્ટાંતે એક પલ્ય), (૧૬) સાગર (દસ ક્રોડાકોડ પત્યનો ૧ સાગર), (૧૭) અવસર્પિણી કાળ (ઊતરતો કાળ તેના છ આરા એટલે ૧૦ ક્રોડાક્રોડ સાગર), (૧૯) કાળચક્ર (એક અવસર્પિણીને અને એક ઉત્સર્પિણી મળીને થાય એટલે વીસ ક્રોડાક્રોડ સાગર) એ સર્વ કાળને જન્મ મરણે કરીને ફરસે તેને “કાળથી બાદર પુદ્ગલ પરાવર્તન' કહે છે.
(૬) “કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન” – ઉપર કહ્યું તે પ્રમાણે સમયથી માંડીને કાળચક્ર સુધી અનુક્રમે જન્મ મરણ કરી સ્પર્શે તેને “કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન થયું એમ કહેવાય
(૭) “ભાવથી બાદર પુલ પરાવર્તન” – ૫ વર્ણ ૨ ગંધ, પ રસ ૮ સ્પર્શ એ ૨૦ બોલવાળા સર્વ પુદ્ગલોને જન્મ મરણ કરી ફરશે તો ભાવથી બાદર પુદ્ગલ પરાવર્તન થયું.
(૮) “ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન- ઉપર કહ્યા તે પ્રમાણે દરેકને અનુક્રમે સ્પર્શે એક પણ બાકી ન રહે તો તેને ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન” કહે છે.
આ આઠ પ્રકારે પરાવર્તન કરતાં એક પુદ્ગલ પરાવર્તન થયું. એવાં અનંત પુદ્ગલ પરાવર્તન આ સંસારમાં જીવે કર્યા છે.
હે જીવ! જન્મ મરણ અનંતીવાર કર્યા હજુ પણ સંસાર રૂપી ખાડો પુરાતો નથી એવી રીતે પરિભ્રમણ કરતાં અનંતા પુણ્યનો ઉદય થયો ત્યારે સર્વ પરિભ્રમણ મટાડનાર મનુષ્ય દેહ માંડ માંડ પ્રાપ્ત થયો છે.
શ્રી જૈન તત્વ સાર
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org