________________
થ ક્ષતિ રતિઃ જે ધર્મના શરણે જાય છે ધર્મ એનું રક્ષણ કરે છે. માટે હે જીવ! “ો થપ્પો ન ” સત્ય ધર્મ મળવો મુશ્કેલ છે.
પ્રથમ જીવે “નિગોદ (અવ્યવહાર રાશિ)માં અનંતકાળ વ્યતીત કર્યો ક્ષણે ક્ષણે જન્મ મરણના દુઃખો સહન કર્યા અકામ નિર્જરાથી ટાઢ, તાપ, સુધા સંકડાશ વિગેરે કમને સહન કર્યું કંઈક કર્મ પાતળાં પડયા ત્યારે વ્યવહાર રાશિમાં આવ્યો જ્યાં અનંત પુગલ પરાવર્તન કર્યા.
પુદ્ગલ પરાવર્તનજીવ આઠ રીતે પુદ્ગલ પરાવર્તન કરે છે (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી, (૪) ભાવથી એ ચારમાંના દરકેના બે ભેદ (૧) બાદર, (૨) સૂક્ષ્મ એ રીતે ૮ ભેદે પુદ્ગલ પરાવર્તન થાય છે તેનો વિસ્તાર કહે છે.
૧) દ્રવ્યથી બાદર પુલ પરાવર્તન' - (૧) દારિક શરીર હાડ, માંસનું મનુષ્યને તિર્યંચને હોય, (૨) વૈક્રિય શરીર સારા પુલોનું દેવતા તથા નારકીને હોય, (૩) તૈજસ શરીર જે આહારને પચાવે છે, (૪) કાર્પણ શરીર આહાર તથા કર્મ પુદ્ગલોના વિભાગ કરી તેના રસને યથાસ્થાને પહોંચાડે છે, (૫) મન યોગ, (૬) વચન યોગ, (૭) શ્વાસોચ્છુવાસ એ સાત બોલના જેટલા પુદ્ગલ લોકમાં હોય તે સર્વને જીવ ફરસી આવે તો તે દ્રવ્યથી બાદર પુદ્ગલ પરાવર્તન થયું કહેવાય.
(૨) દ્રવ્યથી સૂક્ષ્મ પુલ પરાવર્તન' - ઉપર કહી તે સાત વસ્તુના પુદ્ગલની વર્ગણાઓને અનુક્રમે ફરસ, પૂરા કરે તેને ‘દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન' કહે છે.
(૩) “ક્ષેત્રથી બાદર પુલ પરાવર્તન” – મેરુ પર્વતથી આરંભ કરીને સર્વ દિશાઓ, વિદિશાઓમાં આકાશ પ્રદેશની અસંખ્યાતી શ્રેણીઓ જે અલોક સુધી છે તે તમામને જન્મ મૃત્યુથી સ્પર્શી લે. એક વાલાગ્ર જેટલી જમીન પણ ખાલી ન છોડે તેને “ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્તન” કહે છે.
(૪) “ક્ષેત્રથી સૂક્ષ્મ પુલ પરાવર્તન' - ઉપર કહ્યું તે પ્રમાણે શ્રેણીઓને સ્પર્શતા એક આકાશ પ્રદેશ જેટલી જગ્યા પણ ન છોડે. આકાશની અસંખ્યાતી શ્રેણીના આકાશ પ્રદેશને ક્રમ પૂર્વક જન્મ મરણથી સ્પર્શે તો તેને “ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન' કહે છે.
૧૭૦
ધર્મ પ્રાપ્તિ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org