________________
પ્રકરણ ૧..... ધર્મ પ્રાપ્તિ અધિકાર
ગાથા - નલ્મત્તિ વિમલા મોહ તન્મતિ સુરસંપા
लमन्ति पुत्तमित्तं च एगो धम्मो न लब्भइ ॥ આ જગતના તમામ જીવોને એકાન્ત સુખની અભિલાષા છે. અભિલાષાઓને પૂર્ણ કરનાર એક માત્ર ધર્મ જ છે. વિશ્વમાં ભોગ વૈભવ મળવા સુલભ છે દેવતાઓની વૈભવી વસ્તુ મળવી પણ સહેલી છે, પુત્ર આદિ પણ મળી જશે પરંતુ એક માત્ર ધર્મ મળવો દુર્લભ છે. જે ભાગ્યશાળી હોય તેને જ આવો સુંદર મજાનો ધર્મ મળે છે માટે ઉત્તમ ધર્મ મેળવવો દુષ્કર છે. કહ્યું છે કે,
न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं ।
न जाया न मुआ जत्थ, सब्वे जीवा अणंतसो ॥ આ જગતમાં એવી કોઈ જાતિ, યોનિ, કુળ કે સ્થાન નથી જ્યાં આ જીવ જન્મ્યો ન હોય તમામ યોનિઓમાં જીવ એકવાર, દસવાર કે હજાર વખત નહિ પણ અનંતીવાર ઉત્પન્ન થયો છે. માતા, પિતા આદિ સંસારના સંબંધો છે. તે પણ બધાની સાથે અનંતી વખત સંબંધો બાંધ્યા છે. છતાં પણ અખંડ સુખની પ્રાપ્તિ થઈ નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે :ગાથા - માયા પિયા હુસી માયા, મઝા પુતાય ગોરસ
नालं ते तव ताणाय, लुप्पंतस्स सकम्मुणा ।। અર્થ : માતા, પિતા, પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, મિત્રો, સંબંધીઓ કોઈ જ શરણ રૂપ નથી કારણકે એ બધા જ અશરણ છે. કર્મના બંધનથી બંધાયેલા છે. પોતે જ દુઃખી છે તો બીજાને સુખી કેવી રીતે કરી શકે ?
अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम ।
तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जिनेश्वर ॥ અર્થ: આ વિશ્વમાં દેખાતા બધા જ શરણ નાશવંત છે તેથી હે જિનેશ્વર પરમાત્મા! હે મુનિવરો ! મારા પર કરુણા લાવી મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો.
શ્રી જૈન તત્ત્વ સાર
૧૬૯
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org