SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મનોકામના પૂર્ણ થાય તેમ સાધુ ભવ્ય જીવોને જ્ઞાનાદિ ઉત્તમ ગુણો આપી તેઓના મનોરથ સિધ્ધ કેર છે. જેમ છિદ્ર વગરનું વહાણ પોતે તરે છે અને બીજાને પણ તારીને પાર ઉતારે છે તેમ સાધુ કનક કામિનીરૂપી છિદ્રોથી રહિત છે તેથી પોતાનાં આશ્રિતજનોને સંસાર સમુદ્રની પાર ઉતારે છે. જેમ ફળ આવેલાં ઝાડને કોઈ પથરો મારે તો પણ તે ઝાડ પત્થર મારનારને ફળ આપે છે. તેમ સાધુનો કોઈ અપકાર કરે તો તેવા અપકારીઓ ઉપર પણ સાધુ ઉપકાર વરસાવે છે. વગેરે અનેક ઉપમાઓ સાધુ મુનિરાજને અપાય છે. એવા અનેક શુભ ઉપમાયુક્ત આત્માર્થી, રૂક્ષવૃત્તિ (ઉદાસીન અથવા નિષ્કામવર્તી) મહાપંડિત, શૂર, વીર, ધીર, શમ દમ, યમ, નિયમ, ઉપશમવંત અનેક પ્રકારનાં તપના કરનાર અનેક આસનના સાધનાર, સંસાર તરફ પીઠ દઈ મોક્ષ માર્ગને જ નજર સામે રાખનાર, સર્વે જીવોના હિતાર્થી, અનેકાનેક ઉત્તમ ગુણના ધરનાર શ્રી સાધુ મુનિરાજને મારી ત્રણે કાળ, ત્રણે કરણથી શુદ્ધ વંદના નમસ્કાર હોજો. ઉપસંહાર णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं. णमो लोए सव्व साहूणं । એ પંચ પરમેષ્ઠી પદમાં શ્રી અરિહંત - તીર્થંકરના ૧૨ ગુણ, શ્રી સિદ્ધના ૮ ગુણ, શ્રી આચાર્યના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાયના ૨૫ ગુણ અને શ્રી સાધુના ૨૭ ગુણ એ પ્રમાણે સર્વે ગુણો મળી ૧૦૮ થાય છે. તેથી જ માળાના પારા (મણકા) પણ ૧૦૮ રાખ્યા છે. આ સઘળા ગુણોનું વર્ણન પૂર્વોક્ત પાંચ પ્રકરણમાં અલગ અલગ કહેવાઈ ગયું છે. જેવી રીતે વેદાન્તી, શૈવ, વૈષ્ણવ આદિ સંપ્રદાયોમાં “ગાયત્રીમંત્રી અને ઇસ્લામ ધર્મમાં “કલમાં માનનીય છે, તેવી રીતે બલ્ક, તેથી પણ અધિક જૈન સંપ્રદાયમાં નવકારમંત્ર માનનીય અને પરમ આદરણીય છે. ગાયત્રી અને કલમા તો મતમતાંતરને કારણે અનેક થઈ ગયાં છે. પરંતુ જૈનના સર્વ સંપ્રદાયોમાં નવકાર મહામંત્ર એક જ છે. ૧૬૬ સાધુજી અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy