SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઓસડ કરે નહિ તેમ સાધુ પણ પાપકારી તેમજ સચિત્ત ઔષધ કરે નહી, (૫) જેમ રોગાદિને કારણે મૃગ એક સ્થાનમાં રહે તેમ, રોગ, વૃદ્ધપણું, વગેરે કારણોથી સાધુ એક સ્થાનમાં રહે, (૬) જેમ મૃગ રોગાદિ કારણોમાં સ્વજનોની સહાય ઇચ્છે નહિ તેમ સાધુ પણ રોગ, પરિષહ, ઉપસર્ગ થાય ત્યારે ગૃહસ્થોનું તથા સ્વજનોનું શરણ ઇચ્છે નહિ, (૭) જેમ મૃગ નિરોગી થતાં તે સ્થાન છોડી અન્ય સ્થાને વિચરે તેમ સાધુ પણ કારણમુક્ત થતાં ગ્રામાનુગ્રામ વિહાર કરે. (૯) “ધરણી” – સાધુ પૃથ્વી તુલ્ય છે. (૧) જેમ પૃથ્વી ટાઢ તાપ છેદન, ભેદન વગેરે દુઃખ સમભાવથી સહન કરે છે, તેમ સાધુ પણ સમભાવથી પરિષહ, ઉપસર્ગ વગેરે સહે છે, (૨) જેમ પૃથ્વી ધનધાન્ય વગેરેથી ભરપૂર છે તેમ સાધુ સંવેગ, શમ, દમ વગેરે ગુણોથી ભરેલા છે, (૩) જેમ પૃથ્વી તમામ બીજ ઉત્પત્તિનું કારણ છે તેમ સાધુ સર્વ સુખદાતા ધર્મબીજની ઉત્પત્તિનું કારણ છે, (૪) જેમ પૃથ્વી પોતાના શરીરની સંભાળ કરે નહિ તેમ સાધુ પોતાના દેહની મમત્વભાવથી સારસંભાળ કરે નહિ, (૫) જેમ પૃથ્વીને કોઈ છેદે, ભેદે મળમૂત્ર કરે તો પણ કોઈની પાસે રાવ ફરિયાદ ન કરે તેમ સાધુને કોઈ મારે પછાડે, અપમાન કરે તો પણ ગૃહસ્થને જણાવે નહિ, (૬) જેમ પૃથ્વી અન્ય સંયોગોથી ઉત્પન્ન થયેલાં કાદવનો નાશ કરે છે તેમ સાધુ રાગ, દ્વેષ, કલેશ વગેરે કાદવનો નાશ કરે છે, (૭) જેમ પૃથ્વી સર્વે પ્રાણી ભૂત વગેરેના આધારરૂપ છે તેમ સાધુ પણ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય શ્રાવક વગેરેના આધારરૂપે છે. (૧૦) “જલરુહ” સાધુ કમળના ફૂલ તુલ્ય છે. (૧) જેમ કમળનું ફૂલ કાદવમાંથી ઉત્પન્ન થયું, પાણીના સંજોગોથી વધ્યું, છતાં તેમાં ફરીવાર લેપાય નહિ તેમ સાધુ ગૃહસ્થને ત્યાં ઊપજ્યા, ગૃહસ્થને ત્યાં ભોગ ભોગવી મોટા થયા છતાં તે જ કામભોગમાં લેપાય નહિ પણ ન્યારા રહે, (૨) કમળનું ફૂલ સુગંધ, શીતળતા વગેરેથી વટેમાર્ગુઓને સુખ ઉપજાવે છે. તેમ, સાધુ ઉપદેશ આપીને ભવ્ય જીવોને સુખ ઉપજાવે છે, (૩) જેમ પુંડરિક કમલની સુગંધ ચારે તરફ ફેલાય છે તેમ સાધુના શીલ, સત્ય, તપ, જ્ઞાન, દર્શન વગેરે ગુણોની સુગંધ ચોતરફ વિસ્તરે છે, (૪) જેમ ચંદ્રવિકાસી, સૂર્યવિકાસી કમળો અનુક્રમે ચંદ્ર અને સૂર્યના દર્શનથી ખીલે છે. તેમ ગુણજ્ઞોના મેળાપથી મહામુનિઓના ૧૬૦ સાધુજી અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy