SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ રહિત કરે છે, (૬) જેમ અગ્નિ ધાતુ અને માટીને જુદા પાડી આપે છે તેમ સાધુ જીવ અને કર્મને જુદા પાડે છે, (૭) જેમ અગ્નિ માટીનાં કાચાં ઠામને પકાવી પાકાં કરે છે તેમ સાધુ કાચા શિષ્યોને અને શ્રાવકોને ઉપદેશ આપી ધર્મમાં દઢ કરે. (૪) “સાગર” – સાધુ સમુદ્ર જેવાં છે. (૧) સાગરની પેઠે સદા ગંભીર રહે, (૨) જેમ સમુદ્ર મોતી પરવાળાં વગેરે રત્નોની ખાણ છે અને તેથી રત્નાકર કહેવાય છે તેમ સાધુ જ્ઞાનાદિ રત્નોની ખાણ છે, (૩) જેમ સમુદ્ર મર્યાદા છોડે નહિ તેમ સાધુ શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા - મર્યાદા ઓળંગે નહિ, (૪) જેમ સમુદ્રમાં તમામ નદીઓ આવીને મળે છે તેમ સાધુમાં ‘ઉત્પાતિયા” વગેરે ચારે બુદ્ધિ હોય છે, (૫) જેમ સમુદ્ર મગર મચ્છ વગેરેના તોફાનોથી ક્ષોભ પામે નહીં તેમ સાધુ પરિગ્રહથી તથા પાખંડીઓથી ક્ષોભ પામે નહિ, (૬) જેમ સમુદ્ર છલકે નહીં તેમ સાધુ છલકે નહિ, (૭) સમુદ્રના પાણીની પેઠે સાધુનું હૃદય સદા નિર્મળ રહે. (૫) “નહતલ”- સાધુ આકાશ જેવા છે. (૧) આકાશની પેઠે સાધુનું મન સદા નિર્મળ રહે, (૨) જેમ આકાશ થાંભલા, ભીંત વગેરેના આધાર રહિત રહેલ છે તેમ સાધુ ગૃહસ્થીઓ વગેરેનાં આશ્રય કે નેશ્રી રહિત વિચરે છે, (૩) જેમ આકાશમાં સર્વ પદાર્થો સમાય છે તેથી તે સર્વ પદાર્થોના રહેવાને પાત્ર રૂપે છે તેમ સાધુ જ્ઞાનાદિ સર્વ ગુણોનું પાત્ર છે, (૪) જેમ આકાશ ટાઢ તાપથી કરમાય નહિ તેમ સાધુ અપમાન, નિંદા વગેરે થાય તો પણ ઉદાસ ન બને, (૫) જેમ આકાશ વરસાદ વગેરેના યોગથી પ્રફૂલ્લિત ન બને તેમ સાધુ સત્કાર, વંદના, માન પામતાં ખુશી થાય નહિ, (૬) જેમ આકાશ શસ્ત્રઅસ્ત્ર વગેરેથી છેદન ભેદન ન પામે તેમ સાધુના ચારિત્ર વગેરે ગુણોનો કોઈ નાશ કરી શકે નહિ, (૭) જેમ આકાશ અનંત છે તેમ સાધુના પાંચ આચાર વગેરે ગુણો પણ અનંત છે. (૬) “તરુગણ” - સાધુ વૃક્ષ (ઝાડ) જેવા છે. (૧) જેમ વૃક્ષ ટાઢ, તાપ વગેરે દુઃખો સહન કરીને માણસ, પશુ, પંખી વગેરે આશ્રિતોને શીતલ છાયા વગેરે સુખ આપે છે તેમ સાધુ પણ અનેક ઉપસર્ગ , પરિષહ સહન કરીને છકાયના જીવોને સદ્ધોધ વગેરે આપી આશ્રયભૂત ને સુખદાતા થાય છે, (૨) જેમ વૃક્ષની સેવાથી ફળની પ્રાપ્તિ થાય છે તેમ સાધુની સેવાથી દસ ગુણોની પ્રાપ્તિ થાય છે, (૩) જેમ વૃક્ષ મુસાફરોને, વટેમાર્ગુઓને વિશ્રામદાતા છે તેમ ૧૫૮ સાધુજી અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy