________________
(૩) જેમ સર્પ સીધો ચાલે છે તેમ સાધુ સરળપણાથી મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, (૪) સર્પ જેમ બીલમાં પ્રવેશે છે તેમ સાધુ આહારનો ગ્રાસ મોઢામાં આમ તેમ નહિ મમળાવતાં સીધો ગળે ઉતારે, (૫) જેમ સર્પ પોતાની કાંચળી છોડીને તરત નાસી જાય અને તે ત૨ફ પાછી નજર સરખી પણ ન કરે તેમ સાધુ સંસાર ત્યાગ કર્યા પછી તેની લેશ માત્ર ઇચ્છા ન કરે, (૬) જેમ સર્પ, કાંટા, કાંકરા વગેરેથી ડરીને પોતાનું શરીર સંભાળીને ચાલે છે તેવી રીતે સાધુ દોષોથી તથા પાખંડીઓથી સંભાળી વિચરે, (૭) જેમ સર્પથી તમામ ડરે છે તેમ લબ્ધિવંત સાધુથી રાજા, દેવ ઇન્દ્ર સૌ ડરે છે તો બીજા સામાન્ય મનુષ્યો ડરે તેમાં શી નવાઈ ?
(૨) “ગિરિ” – સાધુ પર્વતના જેવા હોય છે. (૧) જેમ પર્વતમાં અનેક પ્રકારની જડીબુટી ઔષધિઓ હોય છે. તે પ્રમાણે સાધુ પણ અક્ષીણ, માણસી વગેરે અનેક લબ્ધિ ધરાવનારા હોય છે, (૨) જેમ પર્વતને વાયુ ડોલાવી શકતો નથી તેમ સાધુ ઉપસર્ગો, પરિષહો પડે છતાં, કંપાયમાન ન થાય, અડગ રહે, (૩) જેમ પર્વત સર્વ જીવોનો આધારભૂત (ઘાસ, લાકડાં, પથ્થર, માટી, ફળ વગેરેથી અનેકની ઉપજીવિકા ચલાવનાર) છે, તેમ સાધુ છ કાયના જીવોના રક્ષક આધારભૂત છે, (૪) જેમ પર્વતમાંથી નદીઓ વગેરે નીકળે છે તેમ સાધુમાંથી જ્ઞાન વગેરે ગુણો પ્રગટે છે, (૫) જેમ મેરુ પર્વત સર્વ પર્વતોમાં ઊંચો છે તેમ સાધુ સર્વે જીવોમાં ઉચ્ચ ગુણોનાં ધા૨ક હોય છે, (૬) જેમ કેટલાક પર્વતો રત્નમય છે, તેમ સાધુ પણ ત્રણ રત્ન (જ્ઞાન-દર્શન-ચારિત્ર) ના આરાધક છે, (૭) જેમ પર્વત મેખલાથી શોભે છે તેમ સાધુ શિષ્યો તથા શ્રાવકોથી શોભે છે.
-
(૩) “જલણ” – સાધુ અગ્નિ જેવા છે. (૧) જેમ અગ્નિમાં લાકડાં, ખડ વગેરે ઇંધણ નાખવાથી તૃપ્તિ પામે નહિ તેમ સાધુ જ્ઞાનાદિ ગુણોથી તૃપ્તિ ન પામે, (૨) જેમ અગ્નિ પોતાના તેજ વડે દીપે છે તેમ સાધુ તપ, સંયમ વગેરે ઋદ્ધિ વડે દીપે છે, (૩) જેમ અગ્નિ કચરાને બાળી નાખે છે તેમ સાધુ કર્મ રૂપી કચરાને તપ વડે બાળી નાખે છે, (૪) જેમ અગ્નિ અંધકારનો નાશ કરી પ્રકાશ કરે છે તેમ સાધુ મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ કરી ધર્મનો ઉદ્યોત કરે છે, (૫) જેમ અગ્નિ સુવર્ણ, ચાંદી વગેરે ધાતુને શોધીને નિર્મળ કરે છે તેમ સાધુ ભવ્ય જીવોને વ્યાખ્યાન વાણી વગેરેથી મિથ્યાત્વ રૂપી મળથી
શ્રી જૈન તત્ત્વ સાર
Jain Education International
For Private & Personal Use Only
૧૫૭
www.jainelibrary.org