SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે. ઋધ્ધિનો, રસનો અને શાતાનો ગર્વ કરે. ઉસૂત્ર પ્રરૂપણા મરજી માફક કરે તે જ અપછંદા, એ પાંચ પ્રકારના સાધુ સત્કાર, સન્માનને લાયક નથી. આપણા સનાતન અને સત્ય જૈન ધર્મમાં ગુણની પૂજા, ગ્લાધા, વંદના, સત્કાર સન્માન છે. માટે ગુરુની પરીક્ષા જરૂર કરવી જોઈએ. દોહરો - “ઈર્યા, ભાષા એષણા, ઓળખજો આચાર, ગુણવંત સાધુ દેખીને, વંદો વારંવાર” સાધુની ૮૪ ઉપમા ગાથા: ૩રા નિરિ નનન, સાકર નહત તાપ સમો ય નો રો. भमर मिय धरणी जलरुह रवि पवण समो य सो समणो । (૧) ઉરગ (સર્પ), (૨) ગિરિ (પર્વત), (૩) જલણ (અગ્નિ), (૪) સાગર, (૫) નહતલ (આકાશ), (૬) તરુગણ (વૃક્ષ), (૭) ભ્રમર, (૮) મિય (મૃગ), (૯) ધરણી, (૧૦) જલ રુહ, (કમળ) (૧૧) રવિ (સૂર્ય), (૧૨) પવન એ બાર ઉપમામાંના દરેકના સાત ગુણો ગણતાં ૧૨ x ૭ = ૮૪ ઉપમા થાય છે. (૧) “ઉરગ’ – (૧) સર્પના જેવા સાધુ હોય છે. જેમ સર્પ બીજાને માટે નીપજાવેલી જગામાં રહે છે, તેમ સાધુ ગૃહસ્થ પોતાના નિમિત્તે બનાવેલા સ્થાનકમાં રહે છે, (૨) જેમ અગંધન કુળોના સર્પો, વમન કરેલા ઝેરને ફરી વાર ભોગવે નહિ, તેમ સાધુ છોડેલા સાંસારિક ભોગોની વાંછા કદી કરે નહિ, આ પંચમકાળમાં ફાટફૂટ પાડવાનું, સંવત્સરી જેવા મોટા ધર્મ પર્વમાં પણ ભંગ પડવાનું અને નજીવી બાબતમાં કલેશ કરી ધર્મને લજાવવાનું ખરું કારણ, અપછંદા સાધુને વંદના કરવી, તેની સાથે વ્યવહાર રાખવો, જે ખરા ગુરુઓની નિંદા કરે તેની જ આજ્ઞા પાળવી, જરા જ્ઞાન કે ક્રિયાનો ગુણ દેખવામાં આવે કે તરત બીજી કંઈ પણ પરીક્ષા કર્યા વગર તેમાં લુબ્ધ થઈ જવું વગેરે છે. ખરી વાત એ છે કે, જેણે ગુરુની આજ્ઞા તોડી અને સ્વચ્છંદ આચારી થયો તેને કોઈએ સત્કાર દેવો ન જોઈએ. એમ કરવાથી તેનો રૂડો આત્મા હશે તો તરત પોતાની મેળે ઠેકાણે આવી જશે. અને ઠેકાણે ન આવે તો તેનો આત્મા જાણે, પણ એવાને આધાર ન આપવાથી સંઘમાં ફાટફૂટ કે ફજેતી ન થાય. માટે સુજ્ઞજનોએ શાસનની ઉન્નતિ અને સંપની વૃધ્ધિ અર્થે અપછંદાને મદદ ન કરવાની બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ૧૫૬ સાધુજી અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy