SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) “ઉસન્ના' - એના બે ભેદ છે (૧) “સર્વ ઉસન્ના” - તે સાધુને માટેનીપજાવેલાં પાટ, સ્થાનક વગેરે ભોગવે, (૨) દેશ ઉસત્રા” - તે બે વખત - પડિલેહણ, પડિકમણું, ગોચરી ન કરે, સ્થાનક છોડી ઘરોઘર ફરતો ફરે અને અયોગ્ય સ્થળે અથવા ગૃહસ્થને ઘેર વિના કારણે બેસે. (૩) “કુશીલિયા' - તેના ત્રણ ભેદ છે. (૧) “નાણ કુશીલિયા” તે જ્ઞાનના આઠ અતિચાર દોષ લગાડે, (૨) “દંસણ કુશીલિયા” તે દર્શનના આઠ અતિચાર દોષ લગાડે, (૩) “ચારિત્ર કુશીલિયા' તે ચારિત્રના આઠ અતિચાર દોષ લગાડે. (એ ચોવીસ પ્રકારના અતિચાર દોષોનું વર્ણન ત્રીજા પ્રકરણના પંચાચારના વિષયમાં વિસ્તારથી આવી ગયું છે.) વળી, એ કુશીલિયા સાધુ સાત કર્મ કરે છે. (૧) “કૌતુક કર્મ'- ઔષધ, ઉપચાર વગેરે કરે. અખંડ સૌભાગ્ય રહેવા સ્ત્રીઓને સ્નાનાદિક ક્રિયા કરાવે, (૨) ભૂતકર્મ' - ભૂત, પલિતના, તથા વાયુ વગેરેના મંત્ર, તંત્ર, જંત્ર કરે અને દોરા કરી આપે, (૩) “પ્રશ્ન કર્મ' - રમત વિદ્યા, શકુનાવલી વિદ્યા વગેરેના યોગ જણાવી પ્રશ્નોના ઉત્તર દે અને લાભ હાનિ બતાવે, (૪) નિમિત્ત કર્મ - જ્યોતિષની રીતે નિમિત્ત ભાખે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનની હકીકત જણાવે, (પ) “આજીવિકા કર્મ” – એના સાત ભેદ છે. પોતાની જાતિ જણાવીને, કુળ જણાવીને, શિલ્પકળા જણાવીને ધંધો જણાવીને, વેપાર જણાવીને, ગુણો જણાવીને અને સૂત્રજ્ઞાન જણાવીને, પોતાનો નિર્વાહ કરે, (૬) “કલ્ક કુરૂક કર્મ - માયા કપટ કરે, દંભ કરે, ઢોંગ કરે, અને લોકોને બીવડાવે, (૭) લક્ષણ કર્મ – સ્ત્રી પુરુષોનાં સામુદ્રિક વિદ્યાની રીતે હાથ પગ વગેરેનાં લક્ષણો બતાવે. તલ, મસ, લાખું વગેરેના ગુણો બતાવે એ સાત કર્મ કરે તે કુશીલિયા સાધુ છે. (૪) “સંસત્તા' – જેમ ગાયને ખાણ આપતી વખતે સારું નરસું તમામ ભેગું કરીને આપે તેમ જેના આત્મામાં ગુણ અવગુણ તમામ ભેળસેળ હોય, પોતાના ગુણ અવગુણનું ભાન ન હોય, દેખાદેખીથી સાધુનો ભેખ લઈ લે, પેટભરાઈ કરે. તથા તમામ મતવાળા સાથે અને પાસત્થા વગેરે સાથે મળીને રહે, કંઈ ભિન્નભાવ સમજે નહિ એને “સંસત્તા' કહે છે. સંસત્તાના બે ભેદ છે. (૧) સંક્લિષ્ટ એટલે ક્લેશ યુક્ત, (૨) અસંક્લિષ્ટ એટલે ક્લેશ રહિત (૫) “અપશૃંદા' – ગુરુની, તીર્થંકરની અને શાસ્ત્રની આજ્ઞા તોડી, શ્રી જૈન તત્વ સાર ૧પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy