________________
(૧) શંખ રૂપ, (૨) અશ્વરૂપ, (૩) સુભટ રૂપ, (૪) હાથીરૂપ, (૫) વૃષભરૂપ, (૬) સિંહરૂપ, (૭) વાસુદેવરૂપ, (૮) ચક્રવર્તી રૂપ, (૯) ઇન્દ્રરૂપ, (૧૦) સૂર્યરૂપ (૧૧) ચંદ્રરૂપ (૧૨) કોઠારરૂપ (૧૩) જંબૂ સુદર્શન વૃક્ષ રૂપ, (૧૪) સીતા નદી રૂપ, (૧૫) મેરુપર્વતરૂપ, (૧૬) સ્વયંભૂરમણ સમુદ્રરૂપ.
ઇત્યાદિ અનેક શુભ ઉપમાયુક્ત શ્રી ઉપાધ્યાયજી ભગવંત બિરાજે છે. ગાથા : સમુદ્ મીર સમી કુપાયી, કવિ વેરૂ તુuહંયા ! सुयस्स पुण्णाविउलस्स ताइणो, खवित्तु कम्मं गइमुत्तमं गया ।
(ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૧૧-૩૧) અર્થ સમુદ્ર જેવા ગંભીર એટલે કોઈ દિવસ છલકે નહિ, કોઈ પરાભવ કરી ન શકે તેવા, કોઈથી પાછા હટે નહિ તેવા, સૂત્રના જ્ઞાને કરી પૂર્ણ ભરેલા, છ કાયના જીવોના રખેવાળ, એવા ઉપાધ્યાયજી ભગવંત કર્મનો ક્ષય કરી જરૂર મોક્ષ પધારશે. તેઓને મારી-તમારી ત્રિકાળ અને ત્રિકરણ શુદ્ધ વંદના નમસ્કાર હોજો.
૬
‘ભગવંત ઉપાધ્યાય સોહે, આગમ જ્ઞાન પ્રકાશથી અજ્ઞાનના અંધકારને, વિહારતાં શ્રદ્ધા થકી દ્વાદશાંગી પાછી વળી, પચ્ચીસ ગુણોથી શોભતાં વંદન કરું ઉપાધ્યાયજીને, સોહાય જ્ઞાન સુવાસથી ”
ગુર મારા પરમાત્મા, પ્રગટ પૂર્ણ સ્વરૂપ ઉત્તમ ભકિત ભાવથી, સેવા કરું અનુપ ગુરુ ભક્તિ મારું જ્ઞાન છે, ગુરુ ભકિત મારું ધ્યાન દર્શન મારું ગુરુભકિત છે, ભકિત બનાવે ભગવાન ”
શ્રી જૈન તત્ત્વ સાર
૧૪૧
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org