SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમમાં બળ પરાક્રમ ફોરવવું એ ચાર અંગની દુર્લભતા બતાવી છે. ચોથામાં આયુષ્ય તૂટયા પછી સંધાતું નથી માટે પ્રમાદ ન કરો વગેરે વૈરાગ્યોપદેશ છે. પાંચમામાં સકામ, અકામ મરણ, છઠ્ઠામાં વિદ્યાવંત અવિદ્યાવંતનું લક્ષણ, સાતમામાં બોકડાનું દષ્ટાંત આપી રસલોલુપી ન થવાનો બોધ, આઠમામાં કપિલ કેવળીએ તૃષ્ણાનો ત્યાગ કરવા વગેરે બાબતોનો અમૂલ્ય ઉપદેશ કરેલ છે, નવમામાં નમિ રાજર્ષિ અને શક્રેન્દ્રનો સંવાદ, દસમામાં આયુષ્યની અસ્થિરતા, અગિયારમામાં વિનીત અવિનીતના લક્ષણ અને બહુસૂત્રીની ૧૬ ઉપમા, બારમામાં ચાંડાલ જાતિમાં ઉપજેલા હરિકેશી અણગારના તપનું મહત્વ અને બ્રાહ્મણોથી સંવાદ તથા જાતિથી નહિ પણ ગુણકર્મથી મહાન થવાય છે. વગેરે હકીકત છે. તેરમામાં ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના છ ભવના સંબંધનું અને ચિત્તમુનિએ કરેલા ઉપદેશનું વર્ણન છે. ચૌદમામાં ઇસુકાર રાજા કમળાવતી રાણી ભૃગુપુરોહિત તેની ભાર્યા અને બે પુત્રો મળી છે. જીવોનો અધિકાર છે. પંદરમામાં સાધુનું કર્તવ્ય, સોળમામાં બ્રહ્મચર્યની નવવાડ અને દસમો કોટ તેનું સ્વરૂપ, સત્તરમામાં પાપશ્રમણ સાધુનાં લક્ષણ, અઢારમામાં સંયતિ રાજા શિકારે ગયો ત્યાં ગર્દભાલી મુનિનો ભેટો થયો, ગદંભાલીના ઉપદેશથી રાજા બોધ પામ્યો, દીક્ષિત થયો, સંયતી અને ક્ષત્રિય રાજર્ષિનો સંવાદ, તેમ જ ચક્રવર્તી બલદેવ આદિ રાજાઓનાં ગુણકથન છે. ઓગણીસમામાં મૃગાપુત્રનો માતાપિતાથી સંવાદ છે. તેમાં સંયમની દુષ્કરતા તેમ જ દુર્ગતિનાં દુઃખોનું હૃદયદ્રાવક વર્ણન છે. વીસમામાં અનાથી મુનિ અને શ્રેણિક રાજાનો સંવાદ, એકવીસમામાં પાલિત શ્રાવકના પુત્ર સમુદ્રપાલજીનો વૈરાગ્ય અને આચારનું વર્ણન છે. બાવીસમામાં નેમિનાથ ભગવાને પ્રાણી રક્ષા માટે રાજુલ જેવી સ્ત્રીને છોડી, રાજુલે રથનેમિ સાધુને સંયમમાં દઢ કર્યા, વગેરે વર્ણન છે. ત્રેવીસમામાં પાર્શ્વનાથના સંતાનિક કેશીકુમાર શ્રમણ અને ગૌતમ ગણધરનો સંવાદ, ચોવીસમામાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું વર્ણન પચ્ચીસમામાં જયઘોષ ઋષિ વિજયઘોષ બ્રાહ્મણને યજ્ઞની હિંસાથી બચાવે છે. તેનું વર્ણન, છવ્વીસમામાં સાધુની ૧૦ સમાચારી અને પ્રતિક્રમણની વિધિ, સત્તાવીસમામાં ગર્ગાચાર્યે દુષ્ટ શિષ્યોનો પરિત્યાગ કર્યો તે અઠ્ઠયાવીસમામાં દ્રવ્ય, ગુણ પર્યાયનું સ્વરૂપ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપએ મોક્ષનો માર્ગ ઓગણત્રીસમામાં ૭૩ પ્રશ્નોત્તર (બોલ) દ્વારા ધર્મકૃત્યનું ફળ બતાવ્યું છે. ત્રીસમામાં ૧ર પ્રકારના તપનું વર્ણન. એકત્રીસમામાં ચારિત્રના ગુણ, બત્રીસમામાં પ્રમાદ સ્થાન તેમાં પાંચ ઇન્દ્રિયોને જીતવાનો ઉપદેશ, તેત્રીસમામાં શ્રી જૈન તત્વ સાર ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy