________________
પુરુષ છાયાનું પ્રમાણ છે. દસમા પ્રાભૃતનાં ૨૧ પ્રતિકાત છે. જેમાં પહેલા પ્રતિ પ્રાભૃતમાં નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ બતાવેલ છે. બીજા પ્રતિપ્રાભૂતમાં નક્ષત્રની મુહુર્તગતિનું પ્રમાણ છે. ત્રીજામાં નક્ષત્રની દિશા બતાવી છે. પાંચમામાં કુલ, ઉપકુલ અને કુલીપકુલ નક્ષત્ર બતાવ્યાં છે. છઠ્ઠામાં પૂર્ણિમા અમાવાસ્યાએ નક્ષત્રના યોગ બતાવ્યા છે, તથા પર્વ, તિથિ, નક્ષત્ર બતાવ્યાં છે. સામામાં નક્ષત્રના સન્નિપાત બતાવ્યા છે. આઠમામાં નક્ષત્રનાં સંસ્થાન કહ્યાં છે. નવમામાં નક્ષત્રના તારાની સંખ્યા કહી છે. દસમામાં અહોરાત્રિ પૂર્ણ કરવાવાળાં નક્ષત્ર કહ્યા છે. અગિયારમામાં ચંદ્ર સાથે નક્ષત્રના માર્ગ બતાવ્યા છે. બારમામાં અધિષ્ઠિત દેવોનાં નામ કહ્યાં છે. તેરમામાં ૩૦ મુહૂર્તનાં નામ, ચૌદમામાં તિથિનાં નામ, પંદરમામાં તિથિ શોધવાની વિધિ બતાવી છે. સોળમામાં નક્ષત્રોનાં ગોત્ર કહ્યાં છે. સત્તરમામાં ૨૮ નક્ષત્રમાં સુખપ્રદ ભોજન બતાવ્યાં છે. અઢારમામાં ચંદ્ર સૂર્યની ગતિનું પ્રમાણ છે. ઓગણીસમામાં ૧૨ મહિનાનાં નામ, વીસમામાં ૫ સંવત્સરનું વર્ણન, એકવીસમામાં ચારે દિશાનાં નામ તથા બાવીસમાં પ્રતિપ્રાભૃત્તમાં નક્ષત્રોના યોગ બતાવ્યા છે. અગિયારમા પ્રાભૂતમાં સંવત્સરના આદિ અંતનું સ્વરૂપ છે. બારમા પ્રાભૂતમાં સંવત્સરના પરિણામ છે. તેરમામાં ચંદ્રની હાનિ વૃધ્ધિનું સ્વરૂપ છે. ચૌદમામાં શુક્લપક્ષ કૃષ્ણપક્ષનું કારણ બતાવ્યું છે. પંદરમામાં જ્યોતિષીની શીધ્ર - મંદ ગતિ બતાવી છે. સોળમામાં ઉદ્યોતના લક્ષણ કહ્યા છે. સત્તરમામાં ચંદ્ર સૂર્યના ચ્યવનનું કથન છે. અઢારમામાં જ્યોતિષીની ઊંચાઈ બતાવી છે. ઓગણીસમામાં ચંદ્રસૂર્યની સંખ્યા કહી છે. વીસમા પ્રાભૃતમાં ચંદ્રસૂર્યના અનુભવ, જ્યોતિષીના ભોગોની ઉત્તમતાનાં દૃષ્ટાંત અને ૮૮ ગ્રહોનાં નામ છે.
આ બન્ને ઉપાંગોનો સમાસ એક સરખો જ છે. નામ માત્રની ભિન્નતા છે. આ સૂત્રો જ્ઞાનીગમ્ય છે. બન્નેના પૃથક પૃથક્ મૂળપાઠના ૨૨૦૦ શ્લોક છે.
(૮) “નિરિયાવલિકા” : એ શ્રી ઉપાસકદશાંગનું ઉપાંગ છે. તેના ૧૦ અધ્યયન છે. તેમાં શ્રેણિક રાજાના (વ) કાલ, (૨) સુકલ, (૩) મહાકાલ, (૪) કૃષ્ણકુમાર, (૫) સુકૃષ્ણકુમાર, (૬) મહાકૃષ્ણકુમાર, (૭) વીરકૃષ્ણકુમાર, (૮) રામકૃષ્ણકુમાર, (૯) પ્રિયસેનકુમાર, (૧૦) મહાસેન કૃષ્ણકુમાર એ ૧૦ કુમારોનો અધિકાર છે.
શ્રેણિકનો પુત્ર કોણિક પોતાના પિતાને મારીને રાજા થયો. ત્યારબાદ પોતાના નાના ભાઈ વિહલ્લકુમાર પાસેથી હાર અને સેચનક હાથી બળજબરીથી
શ્રી જૈન તત્વ સાર ૧૨| |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org