SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવી લેવા તત્પર થયો. વિહલ્લકુમાર પોતાના નાના ચેડા મહારાજાને શરણે ગયો. બન્ને વચ્ચે ઘોર સંગ્રામ થયો. ચેડા રાજાએ પોતાના ધર્મમિત્ર ૯ મલ્લી અને ૯ લચ્છી એમ ૧૮ રાજાઓના પ૭,૦૦૦ હાથી ઘોડા, રથ અને ૫૭,00 O૦ ૦૦૦ પાયદળ સાથે અને કોણિક પોતાના ૧૦ ભાઈઓના ૩૩,૦૦૦ હાથી, ઘોડા, રથ અને ૩૩ ક્રોડ પાયદળ સાથે સામસામા સંગ્રામમાં ઊતર્યા. ચેડા રાજાએ કોણિકના ૧૦ ભાઈઓને મારી નાંખ્યા. છેવટે કોણિક રાજાએ ચમરેન્દ્ર અને કેન્દ્રની સહાયથી રથમુશલ અને મહાશિલાકંટક સંગ્રામ કર્યો. જેમાં ૧,૮૦,૦૦૦૦૦ મનુષ્યો માર્યા ગયા. તેમાં એક મનુષ્ય દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં અને બાકીના બધા નરક, તિર્યંચ ગતિમાં ગયા હાર દેવતા લઈ ગયા અને સેચનક હાથી અગ્નિની ખાઈમાં પડીને મરી ગયો. ચેડા રાજાને ભવનપતિ દેવ લઈ ગયા અને વિહલ્લકુમારે દીક્ષા લઈ આત્માર્થ સાધ્યો વગેરે વર્ણન છે. (૯) “કમ્પવડિસિયા” : એ શ્રી અંતગડદશાંગ સૂત્રનું ઉપાંગ છે. તેનાં ૧૦ અધ્યયનો છે. એમાં શ્રેણિકરાજાના પૌત્ર તે કાલિયાદિક દસકુમારના દીકરા પદ્મ, મહાપદ્મ વગેરેએ દીક્ષા લીધી. અને કાળ કરી દેવલોકમાં ઊપજ્યા, તેનો અધિકાર છે. (૧૦) “પુફિયા”: એ શ્રી અનુત્તરોવવાઈ સૂત્રનું ઉપાંગ છે. એનાં ૧૦ અધ્યયનો છે. અને એમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર, મણિભદ્ર, પૂર્ણભદ્ર, ઇત્યાદિની પૂર્વભવની કરણીનો તથા સોમિલ બ્રાહ્મણ તથા શ્રી પાર્શ્વનાથ સ્વામીનો સંવાદ, બહુપુત્તિઆ દેવી વગેરેનો અધિકાર છે. (૧૧) “પુષ્ક ચૂલિયા” : એ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે. તેનાં ૧૨ અધ્યયનો છે. તેમાં શ્રી, હૈં, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલા, સુરા, રસ અને ગંધ દેવી કે જે પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીઓ હતી અને સંયમની વિરાધના કરી દેવીઓ થઈ તેનો અધિકાર છે. (૧૨) “વનિદશા' : એ શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ છે. એનાં ૧૦ અધ્યયનો છે. તેમાં બળભદ્રજીના નિષકુમાર વગેરે કે જેઓ સંયમ લઈ અનુત્તર વિમાનમાં દેવતા થયા. તેના પૂર્વભવ વગેરેનું વર્ણન છે. (નિરિયાવલિકા, કપ્પવડિસિયા, પુફિયા, પુષ્કશુલિયા અને વહ્નિદશા એ ઉપાંગનું એક જૂથ છે. એ પાંચનું જૂથ “નિરયાવલિકા” એ નામથી પ્રસિદ્ધ |૧૨૮. ઉપાધ્યાય અધિકાર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy