SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સ્થિતિપદમાં ૨૪ દંડકના અપર્યાપ્તા પર્યાપ્તાની, નરકના પાથડાની, ભવનપતિ દેવ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તથા તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, અકર્મભૂમિ, જ્યોતિષી, દેવલોક એ બધાંની અલગ અલગ સ્થિતિ (આયુષ્ય) બતાવેલ છે. (૫) પર્યાયપદમાં ૨૪ દંડકનાં આયુષ્ય અવગાહના તથા રૂપી અરૂપી, અજીવ પરમાણુથી અનંત પ્રદેશ સ્કંધ આદિનું કથન છે. (૬) વિરહપદમાં ચ્યવન, ઉદ્વર્તનનું, પ્રતિ સમય આશ્રયી વિરહ (અંતર) પડવાનું ગતાગતિનું અને પરભવના આયુબંધનું કથન છે. (૭) શ્વાસોચ્છવાસપદમાં ૨૪ દંડકના શ્વાસોચ્છવાસનું પરિમાણ છે. (૮) સંજ્ઞાપદમાં ૧૦ સંજ્ઞાનાં નામ તથા સંજ્ઞા ક્યા કર્મથી થાય છે. તે તથા ૨૪ દંડકમાં કેટલી સંજ્ઞા લાભે, તથા તે સંજ્ઞાનો અલ્પ બહુત્વ છે. (૯) યોનિપદમાં બાર પ્રકારની યોનિનો ૨૪ દંડક પર અલ્પબદુત્વ છે. (૧૦) ચરમ પદમાં સાતે નરકનું, લોકાલોકનું પરમાણુથી માંડી અનંતપ્રદેશી સ્કંધ સુધીનું તથા સ્થિતિ, ભાવ, ભાષાદિના ચરાચરમનું કથન છે. (૧૧) ભાષાપદમાં અવધારણી ભાષા, સત્ય ભાષા, અસત્યભાષા મિશ્રભાષા અને વ્યવહાર ભાષા આ ચાર ભાષાના ૪૨ પ્રકાર કહ્યાં છે. તથા ભાષાની આદિ બતાવી છે. ભાષક, અભાષકનું ભાષાનાં દ્રવ્ય ગ્રહણ કરવાનું પાંચ પુદ્ગલના પરિણામના ૨૬ પ્રકારથી ખુલાસો વગેરે છે. (૧૨) શરીરપદમાં પાંચ શરીરનાં નામ અને અર્થ ૨૪ દંડકનાં શરીર, બધેલગા, મુશ્કેલગાનું કથન છે. અઢીદ્વીપના મનુષ્યોની સંખ્યાનો ર૯ આંક તેની ગણતરીની વિધિ બતાવી છે. (૧૩) પરિણામ પદમાં જીવ પરિણામપદમાં ૪૧ ભેદ ચોવીસ દંડક ઉપર ઉતાર્યા છે. અજીવ પરિણામનાં ૩૬ ભેદ કહ્યા છે. પરિણામના ૫૦ બોલ ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. (૧૪) કષાયપદમાં પ૨૦૦ ભાંગા ચાર કષાયના કહ્યા છે. (૧૫) ઇન્દ્રિય પદ તેના બે ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશામાં પાંચ ઇન્દ્રિયનાં ૨૫ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. ઇન્દ્રિય સ્પર્શનો વિષય બતાવ્યો છે. અરીસાના પ્રશ્નોત્તર છે. આકાશ પ્રદેશ અને અવગાહનાનું કથન છે. 40 દ્વીપ શ્રી જૈન તત્ત્વ સાર ૧૨૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy