________________
સમુદ્રના નામ છે. અલોકના આકાશનું કથન છે અને બીજા ઉદેશામાં પાંચ ઇન્દ્રિયોનાં ૧૩ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. એક જીવ, અનેક જીવના પૃથક્ પૃથક્ તથા પરસ્પર ભાવેન્દ્રિય કેટલી હોય તે કથન છે.
(૧૬) યોગપદમાં ૧૫ યોગમાંથી ૨૪ દંડકમાં કેટલાં યોગ હોય તે કથન છે. તથા ૫ શરીરના ભાંગા અને પાંચ પ્રકારની ગતિ બતાવી છે.
(૧૭) લેશ્યા પદમાં છ ઉદ્દેશા છે. તેમાંથી પહેલાં ઉદ્દેશામાં લેશ્યાનાં ૯ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. બીજા ઉદ્દેશામાં ૨૪ દંડકની લેશ્યાનો અલ્પ બહુત્વ અને રિધ્ધિનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં ગતિમાં ઉત્પન્ન થવાની લેશ્યાનું અવધિ જ્ઞાનની લેશ્યાનું અને લેશ્યામાં જ્ઞાનનું કથન છે. ચોથા ઉદ્દેશામાં છ લેશ્યા ઉપર ૧૪ દ્વાર છે. પાંચમા ઉદ્દેશામાં છ લેશ્યાનાં પરસ્પર પરિણામ છે. છઠ્ઠા ઉદ્દેશામાં મનુષ્યમાં લેશ્યા પરિણામનું વિશેષ બતાવ્યું છે.
(૧૮) કાયસ્થિતિપદમાં કાય સ્થિતિનાં ૨૨ દ્વારોનું વિસ્તારપૂર્વક વર્ણન
છે.
(૧૯) દૃષ્ટિપદમાં ત્રણ દૃષ્ટિમાંથી ૨૪ દંડકમાં કેટલી દૃષ્ટિ લાભે તે.
(૨૦) અંતક્રિયા પદમાં અંતક્રિયાનાં ૯ દ્વારો ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. અંતક્રિયા કરનારની સંખ્યા તથા સિધ્ધ સ્વરૂપ દર્શક ૮ દ્વાર ઉપર ૧૬ દ્વા૨ ઉતાર્યા છે. જીવની પરસ્પર ઉત્પત્તિ, ધર્મ અને મોક્ષ પ્રાપ્તિનું કથન છે. ૨૩ પદવી ક્યા ક્યા જીવો પ્રાપ્ત કરે? ક્યા ક્યા જીવ કેવા કેવા દેવ થાય તથા અસંજ્ઞીના પ્રકાર ઇત્યાદિ વર્ણન છે.
(૨૧) શરીરપદમાં ૫ શરીરનાં ૮ દ્વાર, ૨૪ દંડકની અવગાહના, સંસ્થાન, નરકના પાથડા અને દેવલોકના પ્રતરની અલગ અલગ અવગાહના, આહા૨ક, તેજસ અને કાર્મણ શરીરનું સ્વરૂપ, મારણાંતિક સમુદ્દાત કેવી રીતે હોય? શરીરનો પરસ્પર સંબંધ અને દ્રવ્ય પ્રદેશનો અલ્પબહુત્વ છે.
(૨૨) ક્રિયાપદમાં કાયિકી આદિ ૫ ક્રિયા, સક્રિય અક્રિય, ક્રિયાથી કર્મબંધ પરસ્પર ક્રિયા કાલ ક્ષેત્ર જીવ આશ્રયી ક્રિયા, આરંભિયા આદિ ૫ ક્રિયા ૨૪ દંડક ઉપર પરસ્પર ક્રિયાથી નિવૃત્તિના ચાર ભાંગા ઇત્યાદિ કથન છે.
(૨૩) કર્મબંધ પદના બે ઉદ્દેશા છે. પ્રથમ ઉદ્દેશામાં કર્મબંધનાં ૫ દ્વાર અને કર્મબંધની વિધિ છે. બીજા ઉદ્દેશામાં આઠ કર્મની ઉત્તર પ્રકૃતિની સ્થિતિ,
ઉપાધ્યાય અધિકાર
|૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org