________________
વધુ અને તેમાં એક ક્રોડ ને એંશી હજાર પદ હતાં.
(૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ': એમાં ૧૦ પચ્ચકખાણના ભેદનું વર્ણન હતું એ પૂર્વની ૨૦ વત્યુ અને તેમાં ચોરાશી લાખ પદ હતાં.
(૧૦) “વિદ્યાનું પ્રવાદ પૂર્વ' : એમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા, મંત્ર જંત્ર વિગેરે વિધિયુક્ત હતા એ પૂર્વની ૧૫ વત્યુ અને તેમાં એક ક્રોડ દસ લાખ પદ હતાં.
(૧૧) “અવધ્ય પ્રવાદ પૂર્વ : એમાં આત્માનું તપ, સંયમથી શી રીતે કલ્યાણ થાય તેની વાતો હતી એ પૂર્વની ૧૨ વત્યુ અને તેમાં છવ્વીસ ક્રોડ પર હતાં.
(૧ર) “પ્રાણાયુ પ્રવાદ પૂર્વ : એમાં ચાર પ્રાણથી માંડીને દસ પ્રાણ સુધીના જીવોનું વર્ણન હતું એ પૂર્વની ૧૩ વત્યુ અને તેમાં એક ક્રોડ છપ્પન લાખ પદ હતાં.
(૧૩) ક્રિયા વિશાલ પૂર્વ' : એમાં સાધુ અને શ્રાવકના આચાર તથા ૨૫ ક્રિયાઓનાં વર્ણન હતા. એ પૂર્વની ૩૦ વત્યુ અને તેમાં નવ કરોડ પદ હતાં.
(૧૪) લોક બિંદુસાર પૂર્વ': એમાં સર્વ અક્ષરોના સન્નિપાત (ઉત્પત્તિસંયોગ) અને સર્વ લોકના સાર સાર પદાર્થોનું વર્ણન હતું. એ પૂર્વની ૨૫ વલ્થ અને તેમાં સાડા બાર કોડ પદ હતાં.
એમ કહેવાય છે કે, એક હાથી ડૂબી જાય તેટલી શાહી પહેલા પૂર્વનું જ્ઞાન લખતાં વાપરવી પડે. બીજા પૂર્વનું જ્ઞાન લખતાં બે હાથી ડૂબે તેટલી શાહી ત્રીજા માટે ચાર હાથી ડૂબે તેટલી. એમ ઠામ બમણાં કરતાં ચૌદમાં પૂર્વને લખતાં ૮૧૯૨ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. એ હિસાબે ચૌદ પૂર્વ લખવાને કુલ ૧૬૩૮૩ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. આમ કોઈએ લખેલ . નથી; પણ અનુમાનથી દર્શાવ્યું છે.
દૃષ્ટિવાદ અંગની પાંચ વલ્થમાંની ત્રીજી વઘુમાં ઉપર પ્રમાણેના ૧૪ પૂર્વનું જ્ઞાન હતું. હવે ચોથી વન્યુમાં છ બાબતો હતી. પહેલી બાબતમાં પાંચ હજાર પદ હતા. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી બાબતનાં જુદાં જુદાં ૨૦ કરોડ, ૯૮ લાખ, ૯ હજારને, ૨૦૦ પદ હતાં આવું મહાન દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ થતાં જૈન ધર્મમાં જ્ઞાનને ઘણો જબરો ધક્કો લાગ્યો છે.
૧૨૦
ઉપાધ્યાય અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org