SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકમાં જાય તથા અસંજ્ઞીના આયુષ્યનું કથન છે, ત્રીજા ઉદ્દેશામાં કાંક્ષા મોહનીય કર્મ અને આરાધકનાં લક્ષણ બતાવેલ છે, ચોથા ઉદ્દેશામાં કર્મપ્રકૃતિ, અપક્રમણ, કર્મ ભોગવ્યા વિના મોક્ષ નહિ. પુદ્ગલ, જીવ છબસ્થ, અને કેવળીનું કથન છે, પાંચમા ઉદ્દેશામાં નરકનું, ભવનપતિનું, પૃથ્વીનું, જ્યોતિષનું, વૈમાનિકનું વર્ણન છે તથા કષાયના ભાંગા અને દંડક છે. છઠ્ઠા ઉદ્દેશામાં સૂર્ય દૃષ્ટિ વિષય, લોકાલોક, ક્રિયા, રોહા અણગારના પ્રશ્નોત્તર, લોકની સ્થિતિ તથા આધાર, જીવ અને પુદ્ગલ સંબંધ અને સૂક્ષ્મ વરસાદનો અધિકાર છે. સાતમા ઉદ્દે શામાં નારકીની ઉત્પતિ, વિગ્રહ ગતિ, દેવની દુર્ગા ગર્ભોત્પતિ, માતા પિતાના અંગ, અને ગર્ભનો જીવે નરક અને સ્વર્ગમાં જાય તેનો અધિકાર છે, આઠમા ઉદ્દે શામાં એકાંત બાલ પંડિતનું આયુ, મૃગવધકની ક્રિયા, અગ્નિ સળગાવવાની ક્રિયા, જય પરાજયનું કારણ અને વીર્ય અવીર્યનું કથન છે. નવમા ઉદ્દેશામાં ગુરુ લઘુના પ્રશ્નોત્તર, સુસાધુનું, એક સમયમાં આયુબંધનું, પ્રાસુક આહારનું અને અસ્થિર પદાર્થનું કથન છે. દસમા ઉદ્દેશામાં અન્યતીર્થી તથા એક સમયમાં બે ક્રિયાનું કથન છે. (૨) બીજા શતકના : પહેલા ઉદ્દેશામાં શ્વાસોચ્છવાસનું, પ્રાસુકભોજી સાધુનું, બંધક સંન્યાસીનું, સાંત અનન્ત જીવનું, સિધ્ધનું બાલ પંડિત મરણનું, ભિક્ષુની પ્રતિમાનું તથા ગુણરત્ન સંવત્સર તપનું વર્ણન છે, બીજા ઉદ્દે શામાં સમુદ્યતનું વર્ણન છે, ત્રીજા ઉદ્દેશામાં ૮ પૃથ્વીનું વર્ણન છે, ચોથા ઉદ્દેશામાં ઇન્દ્રિયોનું કથન છે. પાંચમાં ઉદ્દેશામાં ગર્ભસ્થિતિનું, મનુષ્યના બીજનું, એક જીવના પિતાપુત્રનું, મૈથુનમાં હિંસાનું, તુંગીયા નગરીના શ્રાવકોનું અને દ્રહના ગરમ પાણીનું કથન છે. છઠ્ઠા ઉદ્દેશામાં હારિણી (અવધારિણી) ભાષાનું કથન છે. સાતમા ઉદ્દેશામાં દેવતાનો અધિકાર છે. આઠમા ઉદ્દેશામાં અસુરેન્દ્રની સભાનું વર્ણન છે. નવમા ઉદ્દેશામાં અઢી દ્વીપનું વર્ણન છે અને દસમા ઉદ્દેશામાં આકાશાસ્તિકાય તથા ઉત્થાનાદિના ગુણ છે. (૩) ત્રીજા શતકના : પહેલા ઉદ્દેશામાં ઇન્દ્રોની રિધ્ધિનું, તિષ્યગુપ્ત અણગારનું, કુરુદત્ત અણગારનું, તામલી તાપસનું, સૌધર્મેન્દ્ર- ઇશાનેન્દ્રના ઝઘડાનું તથા સનકુમારેન્દ્રના પૂર્વભવનું વર્ણન છે, બીજા ઉદ્દે શામાં અસુરકુમાર, વૈમાનિક દેવની ચોરીનું, અસુરકુમાર સૌધર્મ દેવલોકે ગયા તેનું, પૂરણતાપસનું અને વજની ગતિનું વર્ણન છે. ત્રીજા ઉદ્દેશામાં મંડિત પૂત્ર ગણધરના પ્રશ્નોત્તર, શ્રી જૈન તત્ત્વ સાર ૧૦૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy