SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂયગડાંગ સૂત્રના પહેલાં તો ૩૬O)0 પદો હતાં હાલ ૨૧00 શ્લોક મૂળના છે. (૩) ઠાણાંગ સૂત્ર : તેનો એક શ્રુત સ્કંધ છે અને ૧૦ સ્થાન (અધ્યયનો) છે. પહેલા સ્થાનમાં એક એક બોલ, બીજા ઠાણામાં બે બે બોલ. ત્રીજા ઠાણામાં ત્રણ ત્રણ બોલ એમ અનુક્રમે દસમા ઠાણામાં દસ દસ બોલ. આ સંસારમાં કોણ કોણ છે તેનો અધિકાર છે. દ્વિભંગી, ત્રિભંગી, ચોભંગી, સપ્તભંગી ઉપરાંત સૂક્ષ્મ બાદર અનેક બાબતોનું જ્ઞાન છે. તથા સાધુ શ્રાવકના આચાર વિચારનું કથન છે. આ સ્થાનની ગણતરી કરતાં વિદ્વાન લોકો જ્યારે ચોભંગી ગોઠવે છે ત્યારે જ્ઞાનરસની અદ્ભુત જમાવટ અને આનંદની રેલમછેલ થાય છે. શ્રી ઠાણાંગસૂત્રમાં પહેલાં તો ૪૨૦૦૦ પદ હતાં. હાલ ૩૭૭૦ શ્લોક મૂળ (૪) સમવાયાંગ સૂત્ર : તેનો પણ એક જ શ્રુતસ્કંધ છે. અધ્યયન નથી. આમાં એક બે યાવત્ સો, હજાર, લાખ અને ક્રોડાક્રોડ બોલ સંસારમાં ક્યાં ક્યાં લાભે છે તેનું સંક્ષિપ્ત કથન છે અને દ્વાદશાંગીની સંક્ષિપ્ત હુંડી પણ આમાં છે તથા જ્યોતિષચક્ર, દંડક, શરીર અવધિજ્ઞાન, વેદના, આહાર આયુબંધ, વિરાધક સંઘયણ, સંસ્થાન, ત્રણે કાળના કુલકર, વર્તમાન ચોવીસીના લેખ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવનાં નામ, તેનાં માતાપિતાનાં પૂર્વભવનાં નામ તીર્થકરના પૂર્વભવનાં નામ, ઇરવત ક્ષેત્રની ચોવીસી વગેરેનાં નામ છે. આ શાસ્ત્ર અનેકવિધ ગહન જ્ઞાનનો ખજાનો છે. આ સૂત્રનાં પહેલાં ૧૬૪000 પદ હતાં. હવે તો મૂળના ૧૬૬૭ શ્લોક (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) આમાં એક જ શ્રુત સ્કંધ અને ૪૧ શતકના ૧૦૦૦ ઉદ્દેશા છે. શ્રી ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછેલા ૩૬000 પ્રશ્નોત્તર તથા બીજા પણ અનેક પ્રશ્નોત્તર છે. (૧) પ્રથમ શતકના પહેલાં ઉદ્દેશામાં નવકાર, બ્રાહ્મી લિપિ, નમોત્થણ, ગૌતમસ્વામીના ગુણ, ૯ પ્રશ્નોત્તર, આહારના ૬૩ ભાંગા, ભવનપતિ, સ્થાવર, વિકસેન્દ્રિય આત્મારંભી, સંવુડ, અસંવુડ, અવિરતિ અને વ્યંતર દેવોના સુખનું કથન છે, બીજા ઉદેશામાં નરકની લેગ્યાનો સંચિઠ્ઠણ કાળ, બાર પ્રકારના જીવ ૧૦૪ ઉપાધ્યાય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy