________________
ગાથા : સો તવો વદ ૩ત્તા વાહનો તહીં !
बाहिरो छव्विहो वुत्तो एवमब्भतरो तवो ॥ ७ ॥ अणसण मुणोयरिया, भिक्खायरिया य रस परिच्चाओ। कायकिलेसो संलीणया, य बज्झो तवो होई ॥ ८॥ पायच्छितंविणओ, वेयावच्चं तहेव सज्झाओ ।
झाणं च विउस्सग्गो, एसो अन्भितरो तवो ॥ ३० ॥
અર્થ : તપના બે પ્રકાર (૧) બાહ્ય, (૨) આત્યંતર. તેમાં બાહ્ય તપના છ પ્રકાર તેમજ આત્યંતર તપના પણ છ પ્રકાર કહ્યાં છે.
(૧) અનશન, (૨) ઊણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસ પરિત્યાગ, (૫) કાયકલેશ, (૬) પ્રતિસલીનતા આ છ પ્રકારના તપને બાહ્ય અર્થાત્ પ્રત્યક્ષ તપ કહ્યાં છે. (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) કાયોત્સર્ગ આ જ પ્રકારના વૈપને આત્યંતર (ગુપ્ત) તપ કહ્યા
(૧) અનશન : અસણ=અન્ન, પાણ=પાણી, ખાઈમ મેવો, સુખડી, સાઈમ=મુખવાસ આ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તેનું નામ અનશન તેના બે પ્રકાર (૧) ઇત્વરિક મર્યાદિત સમય માટે (૨) યાવત્ કથિત જાવજીવનું
(૨) ઉણોદરીઃ આહાર, ઉપધિ તથા કષાય ઓછા કરે તે ઉણોદરી તપ. તેના બે પ્રકાર (૧) દ્રવ્ય અને (૨) ભાવ
(૧) દ્રવ્યથી ઉણોદરી : ૩UT: + ૩ર ભોજન કરતાં સમયે જેટલી ભૂખ હોય તેનાથી એક, બે, ત્રણ.... કોળીયા ઓછા ખાવા, જરૂરીયાતની વસ્તુ પણ ઘટાડવી તે દ્રવ્ય ઉણોદરી તપ.
(૨) ભાવ ઉણોદરી : ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ આદિ દોષો ઘટાડવા તે ભાવ ઉણોદરી તપ.
(૩) વૃત્તિ સંક્ષેપ : દ્રવ્ય (ભોજન સંબંધી) તથા બીજી પણ ઉપયોગી વસ્તુઓની મર્યાદા કરવી.
(૪) રસ પરિત્યાગ : જીભને સ્વાદિષ્ટ લાગે, બલ વૃધ્ધિ થાય એવી વસ્તુઓનો ત્યાગ કરે તે રસ પરિત્યાગ તપ. રસનો લોલુપી રોગી બને છે. માટે લોલુપતા ત્યાગવી. શરીર સાધના માટે છે, સ્વાદ માટે નથી એવા
શ્રી જૈન તત્ત્વ સાર
| ૮૩
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org