SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) કાળથી : દિવસે સારી રીતે જૉઈને અને રાત્રે દિવસે જોઈ રાખેલી નિરવધ જગ્યામાં પરઠે. (૪) ભાવથી : શુધ્ધ ઉપયોગયુક્ત યતનાપૂર્વક પરઠે. જતી વખતે ‘આવસહિ' (હું આવશ્યક કામે જાઉં છું) કહે. પરઠતી વખતે માલિકની આજ્ઞા છે એટલા માટે ‘અણુજાણહ મેમિ ઉગ્ગહં' કહે પરઠવ્યા પછી આ વસ્તુથી હવે મારે કંઈ પ્રયોજન નથી એટલા માટે ‘વોસિરેહ’ શબ્દ ૩ વાર કહે. સ્વસ્થાનકે પાછાં આવતા ‘નિસીહિ’ શબ્દ ૩ વાર કહે. પછી ઇર્યાવહી પડિક્કમે. આ પાંચ સમિતિ થઈ. • ૬-૭-૮ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ : મન, વચન અને કાયા એ ત્રણે એવાં પ્રબળ શસ્ત્ર છે કે ઘણીવાર મહાઘાતકી વિચાર, ઉચ્ચાર અને આચાર વડે જીવ નિરર્થક કર્મબંધ કરી લે છે. ત્રણ પ્રકાર : (૧) સંરંભ : પરિતાપ ઉપજાવવાનો વિચાર. (૨) સમારંભ : પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનો વિચાર અને (૩) આરંભ : જીવકાયા જુદાં કરવાનો વિચાર. એ ત્રણે પ્રકારના વિચારથી મનનો નિગ્રહ કરી ધર્મધ્યાનમાં મનને જોડે તે મનોગુપ્તિ. (૨) વચનગુપ્તિ : ઉક્ત ત્રણ પ્રકારના સદ્દોષ વ્યવહારથી વચનનો નિગ્રહ કરે તે. (૩) કાયગુપ્તિ : ઉક્ત ત્રણે પ્રકારનાં આચરણોથી કાયાનો નિગ્રહ કરી તપ, સંયમાદિ સત્કાર્યમાં કાયાને જોડે તે. એ ત્રણ ગુપ્તિ થઈ. એમ ૫ સમિતિ અને ૩ ગુપ્તિએ ચારિત્રાચારના આઠ ગુણ છે. આચાર્યજી તેના દોષને દૂર કરી ગુણોનું પાલન પોતે કરે અને બીજા પાસે કરાવે. તપના ૧૨ આચાર તે તપાચાર ઃ જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી ધાતુ માટીથી છૂટી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેમ કર્મ રૂપી મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયોગથી શુધ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦માં અધ્યયનમાં તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના ભેદ નીચે પ્રમાણે કહ્યા છે. ૮૨ Jain Education International આચાર્ય અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy