________________
સાફ કરવાનું કપડું વગેરે ઉપકરણો સાધુ સદેવ પાસે રાખે છે અને ખપ પડે ત્યારે પાટ, પાટલા પરાળ (ઘઉં કે ચાવલનાં છોતરાં) ગૃહસ્થને ત્યાંથી યાચી લાવે છે અને જરૂરિયાત પૂર્ણ થયા પછી પરત કરે છે.
ઉક્ત ઉપકરણોને (૧) દ્રવ્યથી : યતનાથી ગ્રહણ કરે, યતનાથી રાખે બિનજરૂરી બગાડ કે નાશ ન કરે.
(૨) ક્ષેત્રથી ઃ ગૃહસ્થના ઘરમાં ઉપકરણો રાખીને ગ્રામોનુગ્રામ વિહાર કરે નહિ. કારણકે પ્રતિબદ્ધ થવાય છે અને પ્રતિલેખનના પ્રમાદનો દોષ લાગે
. (૩) કાળથી : પ્રાતઃકાળ અને સંધ્યાકાળ બન્ને વખત બધાં વસ્ત્ર, પાત્ર અને ઉપકરણોનું પ્રતિલેખન કરે. પડિલેહણ કરતાં વાતો કરે નહિ તેમજ આમ તેમ જુએ નહિ. પ્રતિલેખન કરેલ વસ્ત્રાદિ પ્રતિલેખના વિનાનાં વસ્ત્રાદિ સાથે ભેળવી દે નહિ. પ્રથમ મુહપત્તી પછી ગુચ્છો, ચોલપટો, ચાદર, રજોહરણ વગેરેની ક્રમશઃ પ્રતિલેખના કરે.
(૪) ભાવથી : ઉપયોગ સહિત ઉપકરણો વાપરે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં ૩રમી ગાથામાં કહ્યું છે કે પઝલ્વે ૨ નોટ્સ' અર્થાત્ સાધુના વેષથી લોકોને પ્રતીતિ થાય છે કે, આ સાધુ છે એટલા માટે વસ્ત્રાદિ ધારણ કરવાની જરૂર છે, નહિ કે અભિમાન કિંવા દેહ મમત્વને કારણે. T(૫) પારિઠાવણિયા સમિતિ : ઉચ્ચાર' = વડીનીત, “પાસવણ” = લઘુનીત, ખેલ’ – બળખો, જલ = મેલ', “સિંઘાણ = લીંટ' વગેરેને
(૧) દ્રવ્યથી : યતનાપૂર્વક પાઠવે જ્યાં જીવ જંતુ ન હોય. ધ્રો, બીજ વગેરે ન હોય ત્યાં જતનાથી પરહે.
(૨) ક્ષેત્રથી ઃ જેની માલિકીની જે જમીન હોય તેની આજ્ઞા લે અગર માલિક ન હોય અને જગ્યા અપ્રતીતકારી ક્લેશ ઉત્પન્ન કરાવવાવાળી ન હોય તો ત્યાં શક્રેન્દ્રજીની 8 આજ્ઞા લઈને પરઠે.
છે દક્ષિણાર્ધ લોકના માલિક શક્રેન્દ્ર ભગવાન મહાવીરને કહી ગયા છે કે: સાધુ આદિ ચારે તીર્થને નિરવદ્ય કામમાં મારી માલિકીની જગ્યાનો ઉપયોગ કરવાની મારી આજ્ઞા છે.
|
શ્રી જૈન
શ્રી જૈન તત્ત્વ સાર
| ૮૧
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org