________________
૫૦.
મૃતિપૂજા પણ અર્વાચિન છે એમ કેઈ કહે તે અસત્ય છે, અગર તે તેમ કહેવામાં કહેનાર વ્યક્તિની બુદ્ધિનું દેવાળું છે કે કદાગ્રહજ છે. એટલે ચારે નિક્ષેપાની માન્યતા અનાદિ કાળની છે એમ નિર્ણિત થવાથી તેમાં સ્થાપના (પ્રતિમા)ની માન્યતા સાર્થકતા અનાદિ કાળની સિદ્ધ થઈ ચુકી છે. નામ કરતાં સ્થાપના વિશેષ લાગણી પેદા કરે છે
વસ્તુની હયાતિના અભાવે તેના નામ કરતાં આકારમાં ઘણી વિશેષતાઓ છે. આકારના દર્શનાદિથી જેવી લાગણી પેદા થાય છે તેવી લાગણું નામ માત્રથી કદી થઈ શકતી નથી. નામથી લાગણી પેદા થતી નથીજ એમ કહેવાનો આશય નથી પણ નામ કરતાં આકાર વિશેષપણે લાગણી પેદા કરે છે.
ડ. ગાંધી લખે છે કે“મૂર્તિના દર્શનથી પૌગલિક મેહ ઉત્પન્ન થાય છે.”
ડો. ગાંધીનું આ પ્રમાણે કહેવું પણ વ્યાજબી નથી. કેમકે જે ધયેયને અનુલક્ષીને મૂર્તિચિત્ર યા તે સજીવ મનુષ્યના દેહનું દર્શન કરાય છે તેવીજ બુદ્ધિ દર્શનથી પેદા થાય છે.
દ્રશ્ય વસ્તુ ભલે ગમે તે હેય કે ગમે તેવી હેય પરંતુ દ્રષ્ટા જે ધ્યેયથી જુએ છે તેવી જ બુદ્ધિ તેનામાં પિદા થાય છે.
એકની એક વસ્તુ દરેક દ્રષ્ટાને એકસરખી લાગણી પિદા કરનાર થતી નથી. જેમ એક માણસ તેના હિતેચ્છની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org