________________
૪૮
મૂર્તિ પૂજા
થનારા મનુષ્યના અને સુવર્ણમાળા વિગેરેના દર્શોને કરીને પ્રાય: ભાવ મંગળના પરિણામ થાય છે, કેટલાક કિલષ્ટ ક્રમ વાળા જીવાને નામ આદિ ભાવ મગળના કારણુરૂપ ન પણ થાય તેથી મૂળમાં પ્રાયઃ શબ્દ મૂકયા છે. આ પ્રમાણે મહાપુરૂષના ઉપરોક્ત કથન મુજબ નક્કી થાય છે કે હેય જ્ઞેય અને ઉપાદેયના વિવેકમાં નામાદિ ત્રણ નિક્ષેપા તે વસ્તુના ભાવ નિક્ષેપને અનુસરીનેજ છે.
સ્ત્રીઓના સાક્ષાત્ સંગને નિષેધ કરવામાં આવ્યે છે તેથી સ્ત્રીઓનાં નામ-આકાર અને દ્રવ્યના નિષેધ થઈ જાય છે તે વસ્તુને અસત્ય ઠરાવવા ડા. ગાંધી લખે છે કે
–
“ લેખકની આ (સ્ત્રી અંગેની ) દલીલ કે દાખલા તદ્દન ખોટા છે. શું સાધુઓ કાઇ સ્ત્રીનું નામ લેતા નથી? કાઈ સ્ત્રીને (આકારને) જોતા નથી? શું સ્ત્રીના આત્મ દ્રવ્ય અથવા પૌગલીક શરીરને જાણતા નથી ? સાધુએ સ્ત્રીઓનાં નામ લીએ છે, સ્ત્રીને જીવે છે, જાણે છે, ફ્કત તેમાં રાગ દ્વેષ કરવાના નથી. એટલે આ ઉપમા દાખલ યોગ્ય સ્થાને નથી.
""
ડા. ગાંધીએ અહિં વિચારવું જોઇએ કે જે પ્રકારના સાક્ષાત સંગના નિષેધ હોય તે પ્રકારના નામ-સ્થાપના અને દ્રવ્યના નિષેધ હાય! જેમ ધર્મ શ્રવણાદિ ધર્મક્રિયામાં–ધમ - સ્થાનમાં થતા સંગના નિષેધ નથી તેમ તે તે હેતુ એ ખેલાતાં સ્ત્રીનાં નામ-આકૃતિ અને દ્રવ્ય પણ નિષેધ નથી. તેમ છતાંય તેમાં પણ મર્યાદા અવશ્ય હોય છે. હવે ધર્મ કાર્ય સિવાયના ટાઈમમાં સ્ત્રીઓના સંગના નિષેધ છે તા તેમાં ધૌપદેશ સિવાય કે ધમ હેતુ સિવાય સ્ત્રીઓનાં નામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org