________________
મૂર્તિપૂજા નામ-સ્થાપના ને દ્રવ્ય એ પણ વસ્તુના પર્યા–ધર્મો હેવાથી ભાવની અવસ્થાએ જ છે, કારણ કે પર્યાય-ધર્મ–ભેદ-ભાવ, એ બધા શબ્દ સમાન અર્થવાળા જ છે. જેમકે કેઈએ સામાન્યથી “ઈન્દ્ર” એમ કહ્યું, તેથી તેને સાંભળનારાને નામાદિ ચારેની પ્રતિતિ થાય છે, ને તેથી શંકા થાય છે કે આ મનુષ્ય નામ ઈદ્ર કહ્યો, સ્થાપના ઈન્દ્ર કહ્યો, દ્રવ્ય ઈન્દ્ર કહ્યો કે ભાવ કહ્યો? આથી ઈન્દ્રરૂપ વસ્તુના જે નામાદિ ચારે છે તે ખુદ વસ્તુના પર્યાય-ભાવ વિશે છે. ને તેથી જ વિશિષ્ટ અર્થ કિયા સાધક ભાવ ઈન્દ્રાદિક રૂપ ભાવને આશ્રિને વસ્તુપણું સાધીએ તે કંઈ હાની નથી, કેમકે ભાવ ઈન્દ્રાદિ ભાવની અર્થ ક્રિયામાં નામાદિ પર્યાયે પણ છે જ, અને પર્યાયે દ્રવ્યમાં પરસ્પર અભેદથી રહે છે.
આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ (૧) -ત્યાગ કરવા લાયક (૨) માત્ર જાણવા લાયક અને (૩) આદરવા લાયક. એ ત્રણે ભેદમાંથી કઈને કઈ એક ભેદની હોય છે. તે ત્રણ ભેદમાંથી જે ભેદે જે જે વસ્તુને ભાવ નિક્ષેપ હેય તે તે ભેદે તેના નામાદિ ત્રણે નિક્ષેપ પણ જાણવા. દાખલા તરીકે સ્ત્રી સંગ.
- સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત્ સંગને નિષેધ કરવામાં આવ્યું છે. સાક્ષાત્ સંગ એ ત્યાગ કરવા ગ્ય છે, તેથી સ્ત્રીઓનાં નામ, આકાર અને દ્રવ્યને પણ નિષેધ થઈ જાય સાધુ પુરૂષોને સ્ત્રીઓને ભાવ નિક્ષેપે જેમ ત્યાગ કરવા લાયક છે તેમ નામ નિક્ષેપાવાળી સ્ત્રીની આગલી-પાછલી અવસ્થા (બાલ્યાવસ્થા–મૃતાવસ્થા) આદિના સંઘટ્ટાને પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org