________________
સૂતિ પૂજા કારણરૂપ ન પણ થાય. પણ એથી કોઈને ય ભાવના કારણ રૂપ નહિ થવાનું માની લેવું નહિ. વળી “ત્રણ કરતાં ભાવ વિશેષ પૂજ્ય છે” એ કથનથી નામાદિ ત્રણ પૂજય તે છેજ. એ ત્રણ પૂજ્ય ન હતા તે ત્રણ કરતાં ભાવ વિશેષ પૂજ્ય છે એમ કહેવાને બદલે માત્ર ભાવજ પૂજ્ય છે એમ કહેત.
આ રીતે શ્રી જિનેશ્વરદેવના ચાર નિક્ષેપ સમજવા. એ ચાર નિક્ષેપા સિવાય કેઈપણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ. જગતમાં જેનું હેવાપણું નથી તેને ઉચ્ચારે કરવાને કેઈ શુદ્ધ શબ્દ પણ નથી કે જે શબ્દ વડે તેને બંધ થઈ શકે. અને જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કોઈ પ્રકારે બની શકે નહિ. જેનું નામ અને આકાર નથી તેની આગલી પાછલી અવસ્થા કંઈ નથી. અને જ્યાં નામ-આકાર કે સ્થાપના અને આગલી પાછલી અવસ્થાનું હોવાપણું નથી ત્યાં એ ત્રણેને પ્રત્યક્ષ બંધ કરાવનાર સાક્ષાત્ વસ્તુરૂપ ભાવ નિક્ષેપ તે હાયજ ક્યાંથી? એટલે જેનું નામ તેનીજ સ્થાપના-જેની સ્થાપના તેનું જ દ્રવ્ય અને જેનું દ્રવ્ય તેને જ ભાવ, એમ દરેક પદાર્થોમાં ચાર નિક્ષેપ એકી સાથે રહેલા છે.
અહિંયાં છે. ગાંધી લખે છે કે –
“ મૂર્તિમાં સ્થાપના દ્રવ્ય તે પૃથ્વીકાય જીવો છે અથવા અજીવ હેય પણ તે અરિહંતનું આત્મદ્રવ્ય નથી જ. વળી પૃથ્વીકાય અને અછવને ક્ષાયિકભાવ હોયજ નહિ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org