________________
૩૬
મૂર્તિ પૂજા
માન્ય ન રાખીએ તે। નિક્ષેપાની અવગણના કરી કહેવાય. નિક્ષેપાના અવા ભેદ્ય માન્ય રાખવા છતાં એ પૂજનીય નથી. ”
જેના ભાવ નિક્ષેપે પૂજનીય છે તેના નામાદિ ત્રણ નિક્ષેપાને મનકલ્પિત ભેદા કરી અપૂજનીય કહેવા એ નિક્ષેપા માન્ય રાખવા છતાંય નિક્ષેપાની અવગણના કરી કહેવાય. અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ કહેવાય.
વિશેષાવશ્યક ભાષ્યમાં “ નામાઢિ પણ શું તીર્થ કરાદિની જેમ પૂજ્ય છે ? એ પ્રમાણેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે. છે
किं पुण तमणेतियमचतं चन जओ सिंहाणाई | तव्विवरीअं भावे, तेण विसेसेणं तं पुज्जं ॥५५ ॥
જેથી એ નામાદિ ત્રણ અનેકાન્તિક છે. અને આત્યન્તિક નથી તથાભાવ તેથી વિપરીત છે, માટે તે ભાવ તેના નામાદિથી વિશેષ પૂજ્ય છે.
નામ-સ્થાપના અને દ્રવ્ય અનેકાન્તિક ફળવાળા છે, એટલે તેઓ ઈષ્ટ ફળ સાધે અથવા ન પણું સાધે, તેમજ આત્યન્તિક ફળ પ્રાપ્ત કરાવવાને સમર્થ નથી; અને ભાવમગળ તા તેથી વિપરીત છે, એટલે કે એકાંતિક અને આત્યન્તિક ઈષ્ટફળ સાધક છે માટે નામાદિ ત્રણ કરતાં ભાવ વિશેષ પૂજય છે. '
અહીંયા નામાદિ ત્રણને અનેકાન્તિક ફળવાળા કહેવાનું કારણ એ છે કે કેટલાક ક્લિષ્ટ કર્મવાળા જીવને ભાવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org