________________
૩૦.
મૂર્તિપૂજા તથા પૂર્વોક્ત રીતિએ વંદના નમસ્કાર કરી સર્વ સામગ્રી સહિત જ્યાં અષ્ટાપદ નામે પર્વત છે, જ્યાં ભગવાન તીર્થ - કરનું શરીર છે, ત્યાં શકેંદ્ર આવ્યા, આવીને ઉદાસ થઈ, આનંદરહિત અશ્રુ ભરેલ નેત્રોવાળા થઈ શકેંદ્ર તીર્થંકરના -શરીરને ત્રણ પ્રદક્ષિણા દે છે. પ્રદક્ષિણા દઈ નહિ બહુ નજદીક અને નહી બહુ દૂર એ રીતે એગ્ય સ્થાનમાં સુશ્રુષા કરે છે. તે પાઠઃ__“जेणेव अष्टावए पव्वए जेणेव भगवओ तित्थगस्स सरीर ए तेणेव उवागच्छइ उवागच्छित्ता चिमणे णिराणंदे अंसुपुष्ण णयणे तित्थयरसरीरय तिक्खुत्तो आयाहिणं पयाहिण करेह रत्तापचासण्णे गाइदूरे सूस्सूसमाणे जाव पज्जुवासइ" ॥
એ રીતે દ્રવ્યનિક્ષેપ ન સૂત્રાનુસાર અવશ્યમેવ વંદનીય સિદ્ધ થાય છે. એટલે શુદ્ધ ગુણસ્થાનના વ્યવહારમાં ન હોવાથી ત્રીજા નિક્ષેપામાં “ દ્રવ્યજિન”ની પૂજા નહિ કરવાનું . ગાંધીનું કથન અસત્ય કરે છે.
વળ મૂર્તિને નહિ માનનાર વર્ગ પણ મૃતક સાધુના શરીરને (શબને) નમસ્કાર કરે છે, તેનું સત્કાર સનમાનપૂર્વક અગ્નિ સંસ્કાર કરે છે તે પણ દ્રવ્યનિક્ષેપે છે. તેમાં તે વખતે સાધુપણું નથી એ તે કાળ કરી બીજી ગતિમાં જઈ ઉત્પન્ન થઈ ગયા હોય, તેમજ વળી અગાઉ થઈ ગયેલા તેમના સાધુઓને યાદમાં લાવી, તેઓના ગુણગ્રામ કરે છે, તે પણ દ્રવ્ય નિક્ષેપ છે, કેમકે ભાવ નિક્ષેપે તે તેઓ હમણાં અન્ય ગતિમાં છે તથા જે તીર્થંકર હવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org