________________
મૂર્તિપૂજા ભાવના છે. જેથી પૂજાદિ ધર્મકાર્યોમાં શુભ ભાવના છે ત્યાં હિંસા હોઈ શકતી નથી. ત્યાં દેખવા માત્રથી હિંસા છે પરંતુ તે કર્મ નિર્જરા અને શુભ કર્મનો હેતુ છે.
દેવવંદન-ગુરૂવંદન-આહાર-વિહાર-નિહાર તથા ગુરૂના આવાગમન વખતે સામું જવું, વિહાર કરતી વખતે મુકવા જવું, એ વિગેરે ધર્મકાર્યોમાં શુભ ગની પ્રવૃત્તિ હેવાને કારણે તેમાં હિંસા હોવા છતાં પણ તેને સ્વરૂપ હિંસાનું રૂપ દઈ દેષાભાવનું (દોષ અભાવનું) કારણ બતાવ્યું છે. એ પ્રકારે પૂજા–પ્રભાવના–સ્વામિવાત્સલ્ય, દીક્ષા મહોત્સવ વગેરે ધાર્મિક ક્રિયાઓને અંગે સમજી લેવું જોઈએ.
| સ્વરૂપ હિંસા યુક્ત અન્ય દરેક ધાર્મિક કાર્યો કબુલ રાખવાં અને જિનેશ્વરેની મૂર્તિપૂજામાં હિંસાના દેશને આગળ કરી તે પૂજાને નિષેધ કરે તેને મમત્વભાવ કે કદાગ્રહજ કહેવાય. વળી ડૉ. ગાંધીએ સ્થાપના અરિહંતના પ્રકારોમાં સ્થાપનાને ચેાથે પ્રકાર દર્શાવ્યો તે શાસ્ત્રમાં કહેલી દશ પ્રકારની સ્થાપના પિકી એકેમાં નથી. એટલે સ્થાપના નિક્ષેપે ઉડાડી પણ ન શકાય અને માત્ર જિનપ્રતિમાને જ નિષેધ કરાય એમ બન્ને બાબતે સાચવવા તેઓશ્રીએ (ડે. ગાંધીએ) આ ચોથો પ્રકાર માન્ય રાખે. પરંતુ એ ચેાથો પ્રકાર પણ “અશરીરી તદ્દાકાર મૂર્તિજ છે. એટલે એ રીતે પણ મૂર્તિપૂજાની આવશ્યકતા સિદ્ધ થઈજ જાય છે માટે જ નિપુણ નિધિ પરિમાળો એટલે પરમાત્માની પ્રતિમાઓ તે સ્થાપના જિન એમ કહ્યું તે બરાબર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org