________________
૧૮
મૂર્તિપૂજા પાળે, માખીની પાંખ જેવાને પણ તકલીફ ન દે પરંતુ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ આચરણ કરવાવાળા, ઉસૂત્ર ભાષણ કરવાવાળા, અને મિથ્યાત્વનું સેવન કરવાવાળા જીવોને અનુબંધ હિંસાનું કર્મબંધન હોય છે. જેમ જમાલી–ગૌશાલે વગેરે તથા અભવ્ય જીવ પણ આ ગણત્રીમાં આવે છે.
(૨) હેતુ હિંસા–ગૃહસ્થ લોક પિતાના જીવન નિર્વાહને અંગે જુદાં જુદાં કામ કરે છે જેવાં કે ઘર હાટ કરાવવા –રાઈ પાણી કરવાં. વ્યાપારાદિ કાર્ય કરી ધનનું ઉપાર્જન કરવું, પંચેન્દ્રિયના વિષય હેતુહિંસા કરવી ઈત્યાદિ હિંસાને હેતુહિંસા કહેવાય. સમ્યગૃષ્ટિ જીવને એ હિંસાઓના પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ કરવાથી એટલું કર્મબંધન હેતું નથી.
(૩) સ્વરૂપ હિંસા–જે શુભ ગની પ્રવૃત્તિ કરતાં દેખવામાં હિંસા નજરે આવે છે, પરંતુ પરિણામ વિશુદ્ધ હેવાથી તેને અશુભ કર્મબંધ નથી થતો. જેમકે-ગુરૂવંદનદેવપૂજા-પ્રભાવના–સ્વામિવાત્સલ્યતા, દીક્ષા મહોત્સવ આદિ ધર્મકાર્યો કરવામાં અશુભ કર્મનું બન્ધન થતું નથી.
માટે જિનપૂજનાદિ ધર્મક્રિયાઓ પૈકી એકપણ ધર્મ કિયાની પ્રવૃત્તિમાં હિંસા બતલાવીને તેને વિરોધ કરે
એ શાસ્ત્રની અનભિજ્ઞતા છે. અને જિનપૂજન જેવા અતિ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કાયને નિષેધ કરવાથી અહિંસાને
હાને અનુબંધ હિંસાનું પાપ હેરી લેવાય છે જરા નીચે કહેલા શાસ્ત્રકારના વચનને ખ્યાલ કરવો જોઈએ.
नयकिंचि वि पडिसित्तं, नाणुण्णायं जिणवरिंदेहि । मोत्तं मेहुणभावं, ण तं विणा रागदोसेहिं ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org