________________
મૃતિપૂજા પણ મુનીરાજે અંગેનાં કેટલાંક કાર્યો જે આ પુસ્તકમાં આગળ કહેવાસે એ બધાં કાર્યોમાં હિંસા તે થાય જ છે એ બધાં કા ડે. ગાંધી અને તેમના મતાનુયાયીઓના સિદ્ધાંત મુજબ અકરણેય કહેવાય. હિંસાના બહાને મૂર્તિ પૂજાને નિષેધ કરનારા કદાચ ઉપરોક્ત કાર્યોને પણ ભવિધ્યમાં નિષેધ કરે તે ના કહેવાય નહિ! માટે હિંસા ! હિંસા ! એમ બૂમ પાડ્યા પહેલાં પ્રથમ હિંસાનું સ્વરૂપ સમજે. હા! એટલું તે ચોક્કસ છે કે મૂર્તિપૂજા યા તે અન્ય ધર્મક્રિયાઓ કરતાં મનુષ્ય જયણા અવશ્ય પાળવી જોઈએ, વિવેક સાચવો જોઈએ, વિના હેતુએ હિંસા થઈ જાય તેવી રીતે આંખો મીંચીને ધમાધમ કરતાં મૂર્તિપૂજા આદિ ધર્મકાર્યો નહિ કરવાં જોઈએ. જયણ રહિત કરનાર લાભને બદલે નુકસાન વહેરી લે છે, પણ તેમાં એકેન્દ્રિય જીવની અનિવાર્ય હિંસા છે તે તો નિવારી શકાતી નથી. અને પૂજનના સત્ય સ્વરૂપને પૂજનની વિધિને નહિ જાણ નારા-નહિ સમજનારાઓ પૂજનની ક્રિયામાં વિવેક ચૂકી જતા હોય એથી કરીને પૂજ્ય વસ્તુનું પૂજન દરેકને માટે બંધ થઈ શકતું નથી. વ્યાપાર લાભને માટે હોય પરંતુ આવડતના અભાવે લાભને બદલે કેઈ નુકસાન વહોરી લેતા હોય તે તેથી વ્યાપાર કરવાનું કેઈ બંધ કરી દેતા નથી. હવે જુએ હિંસાની વ્યાખ્યા –
જૈન શાસ્ત્રમાં હિંસા ત્રણ પ્રકારની બતાવી છે. (૧) અનુબંધ હિંસા (૨) હેતુ હિંસા અને (૩) સ્વરૂપ હિંસા.
(૧) અનુબંધ હિંસા–ચાહે ગૌતમ સ્વામિ જેવું ચારિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org