________________
૧૪
મૂર્તિપૂજા તાત્પર્ય–જે જે નામ નિક્ષેપના લક્ષણથી સિદ્ધસ્વરૂપની વસ્તુઓ છે તે વસ્તુઓના ગુણોથી રહિત માત્ર તેના સદશ્ય આકૃતિ અથવા અસદશ્ય આકૃતિ અલ્પકાળ માટે યા તે થાવત્કાલને માટે લેપ્યાદિક દશ પ્રકારમાં કરીને તે વસ્તુને સમજવી તેને સ્થાપના નિક્ષેપ રૂપે મનાય છે.
એટલે કે જે નામવાળી વસ્તુના સદશરૂપની આકૃતિથી અથવા અસદશ રૂપની આકૃતિથી મનમાં તે વસ્તુને બધા થાય તે તે વસ્તુના સ્થાપના નિક્ષેપને વિષય સમજ.
સ્થાપને દશ પ્રકારની આ પ્રમાણે સમજવી.
૧ કાષ્ટમાં ૨ ચિત્રમાં ૩ પત્ર આદિમાં ૪ લેપકર્મમાં ૫ ગુંથણીમાં ૬ વેપ્ટન ક્રિયામાં ૭ ધાતુના રસપૂરણમાં ૮ અનેક મણના સમુહમાં ૯ ચંદ્રાકાર પાષાણમાં ૧૦ કેડીમાં. આ દશ પ્રકારમાંથી કઈ પણ પ્રકારમાં સ્થાપના સ્થાપવી. વસ્તુના બેધને અર્થે સ્થાપના જરૂરી છે એ તો આ ઉપરથી જ સિદ્ધ થાય છે. સ્થાપના દ્વારા બંધ ન થતો હોત તે શાસ્ત્રોમાં આ પ્રમાણે સ્થાપનાના પ્રકારે અંગેની કંઈ પણ હકિકત હોઈ શકત જ નહિ. એટલે મૂર્તિને જડ કહી નિરર્થક કહેનારાઓ તે આ હકિક્તથી અસત્ય જ ઠરે છે.
અવલોકનકાર મહાશય ડો. ગાંધીએ સ્થાપનાના વિષયને લક્ષમાં લઈને સ્થાપના અરિહંતની વ્યાખ્યા નીચે મુજબ કરી છે.
“(૨) સ્થાપના અરિહંત-(૧) સદ્ભુત વ્યકિતગત અરિહંતની તાદ્રશ છબી કે મૂર્તિ (૨) અસદ્ભૂત કોઈ પણ છબી કે મૂર્તિની અરિહંત તરીકે સ્થાપના આ બંને ભેદો પૂજનીય નથી. (૩) અરિહંત એવી અક્ષર સ્થાપના તે ફક્ત સ્મરણ માટે ઉપયોગી છે. (૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org