________________
મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતા
'હવે સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ વિચારી:-- સ્થાપનાનું લક્ષણ – जंपुण तयस्थसुन्नं, तयाभिप्पाएणतारिसागारं . कीरइ व निरागारं, इत्तरमियरं वसाठवणा ॥२६॥
( વિશેષાવશ્યક ) અર્થ–વળી જે તે શબ્દના મૂળ અર્થથી શુન્ય અને તે મૂળ વસ્તુના અભિપ્રાયથી તે વસ્તુના જેવા આકારવાળું અથવા તેવા આકાર વિનાનું થાય તે ઈત્વર-અલ્પકાલિક અને યાવસ્કથિક એમ બે પ્રકારે સ્થાપના જાણવી. ૨૬
જે વસ્તુમાં અરિહંતની સ્થાપના કરાય તે સ્થાપના અરિહંત કહેવાય છે. તે સ્થાપના અરિહંતના શબ્દના અર્થથી રહિત હોય પરંતુ તે સદ્ભૂત અરિહંતના અભિપ્રાયથી તેના આકારવાળી મૂર્તિ-ચિત્ર વગેરેમાં હોય, અને તેવા આકાર રહિત તે સ્થાપના અક્ષ વિગેરેમાં હોય તેમાં ચિત્ર અક્ષ વિગેરે ઇવર અલ્પ કાલિક સ્થાપના અને નંદીશ્વર દ્વીપના ચિત્ય પ્રતિમા વિગેરે યાવસ્કથિક સ્થાપના છે. આગમમાં કહ્યું છે કે “ સ્થીતિમાં રહે તે સ્થાપના” આ સર્વનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ અરિહંતાદિને જે અર્થ તેનાથી શુન્ય હોય અને તે અરિહંતાદિની બુદ્ધિથી તેના આકારવાળું અથવા તેને આકારવાળું ન હોય તે થોડા કાળ સુધી અથવા યાવત્કથિક કાળ સુધી સ્થાપાય તે “સ્થાપના” કહેવાય છે.
વળી સ્થાપના લક્ષણવાળી ગાથા કહે છે – यत्तु तदर्थ वियुक्तं, तदभि प्रायेण यच्चतत्करणि॥ लेप्यादि कर्म स्थापनेति, क्रियतेऽल्पकालंच.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org