________________
૧૨
મૂર્તિપૂજા અર્થ–પગથી માંડીને ગળા પર્યત મેટી સાંકળ વડે બાંધ્યાં છે અને જેમના એવા અને અત્યંત મોટી બેડીએની અણી વડે નિઃશેષણે ઘસાતી છે જેઘાઓ જેમની એવા પણ તમારા નામ રૂપ મંત્ર (અજમાય નમઃ) ને નિરંતર સ્મરણ કરનાર મનુષ્ય તત્કાળ પિતાની મેળે વિશેષ ગયું છે બધનનું ભયજેનું એવા થાય છે. વળી કલ્યાણ મંદિર સ્તોત્રના કર્તા કહે છે કે –
આસ્તામચિન્ય મહિમાજિની સંસ્તવસ્તુ, નામાપિપાતિ ભવતે ભવતે જગન્તિ; તિવા તો પહત પાન્થ જનાન્નિ દાદે, પ્રીતિ પદ્ધસરસઃ સરગનિલેડપિ.
અર્થ–હે જિનેશ્વર ! અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન દૂર રહે. તમારું નામ લેવાથી ત્રણ જગતનું ભવ (સંસાર ભ્રમણ) થકી રક્ષણ કરે છે. ગ્રીષ્મ રૂતુમાં પ્રચંડ -તાપ વડે પીડાયેલા મુસાફરોને કમળ વાળા સરોવરને ઠંડા પવન પણ ખુશી કરે છે, અર્થાત્ ઠંડે પવન મુસાફરોને ખુસી કરે તે પછી પાણીની શી વાત ? તેમ તમારું નામ માત્ર પણ ભવભ્રમણ મટાડે તે પછી સ્તવનનો મહિમા શું વર્ણવો? મતલબ કે તમારું નામ સ્મરણ ઘણા મહામ્યવાળું છે. ઉપરોક્ત લોકમાં આચાર્યશ્રીઓએ માત્ર નામનું જ મહાસ્ય દર્શાવ્યું. પણ એમ ન કહ્યું કે તારી નામ સંજ્ઞા આવા મહામ્ય વાળી છે. માટે નામ સંજ્ઞા અને નામ નિક્ષેપાને અલગ ગણી જિનેશ્વર દેવના નામ નિક્ષેપને અપૂજનીય કહે તે મિથ્યા છે અને મુગ્ધ જનેને ફેસલાવવાની માત્ર વાજાળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org