________________
મૂર્તિપૂજા વસ્તુને બંધ કરાવે તે નામ તે જ વસ્તુના નામનિશેપાને વિષય સમજવું જોઈએ.
કેઈ માણસ સીમંધર સ્વામિનું “સીમંધર નામે મરણ કર્યા કરતે હે તેને કે માણસ એમ કહે કે એ નામે તારું કંઈ કલ્યાણ થવાનું નથી. કારણ કે મારા એકરાનું ય સીમંધર એવું નામ છે. ત્યારે તે મૂખ માણસને સમજાવવું પડે કે સીમંધર નામનું ઉચ્ચારણ જે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિહરમાન જિનને ઉદ્દેશીને છે. એટલે એ ઉદેશે કરાતું સીમંધર નામનું સ્મરણ-યા ઉચ્ચારણ સીમંધર વિહરમાન જિનને બંધ કરાવે છે. નહિ કે તે નામવાળા તારા છોકરાને! તું તારા છોકરાને ઉદ્દેશીને “સીમંધર સીમંધર” એમ ગમે તેમ બૂમ પાડે તે પણ તારું તેમાં કંઈ આત્મકલ્યાણ નથી. બનેનું ઉચ્ચારણ એક જ નામથી છે, પરંતુ અભિપ્રાય બન્નેના ભિન્ન છે. એ રીતે અરિહંતના નામને અગે પણ વિચારવું.
ડૉ. ગાંધી લખે છે કે:–“પરંતુ ચારે નિક્ષેપોમાં અરિહંતને સર્વ નિક્ષેપાના સર્વ વિવેચનમાં મુકવામાં આવે તે ફક્ત ભાવ નિક્ષેપ પૂજનીય છે.” આ હિસાબે મીગાંધી, અરિહંતના નામ-સ્થાપના અને દ્રવ્ય એ ત્રણે નિક્ષેપ અપૂજનીય કહે છે. એટલે અરિહંતને નામ નિક્ષેપે અપૂજનીય ઠેરાવવાને તેઓશ્રી અરિહંતના નામ નિપાની વ્યાખ્યા
સ્વકલ્પનાનુસાર નીચે મુજબ કરે છે. - “નામ અરિહંત-(૧) ગુણ વગરને કોઈ માણસ દેવ કે કઈ પ્રાણી
અરિહંત હેય તે પૂજનીય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org