________________
મૂર્તિપૂજા આ લેકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે- કેઈપણ . ટાઈમ કે કાઈપણ ક્ષેત્ર (સ્થાન) ત્રણ લેકમાં એવું નથી કે અરિહંત પરમાત્માની ઉપાસના માટે નામ-આકૃતિદ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓ પિકી એક પણ નિક્ષેપાની નિષ્ફળતા હેય, અર્થાત્ એ ચારે નિક્ષેપાએ અરિહંત પર માત્માની ઉપાસના માટે સફળ છે. આ ચારમાંથી એક પણું નિક્ષેપાની અવગણના એ સમ્યફત્વની પ્રાપ્તિને રોકનાર અને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને નાશ કરનાર છે. કેઈપણ વસ્તુનું સ્વરૂપ જાણવા માટે સામાન્ય પણે ઓછામાં ઓછા ચાર નિક્ષેપ અવશ્ય કરવામાં આવે છે. તે આ પ્રમાણે – ૧ નામ નિક્ષેપ–વસ્તુનો આકાર કે ગુણ કંઈ નહિ, માત્ર
વસ્તુનું નામ તે “નામ નિક્ષેપ” કહેવાય છે. ૨ સ્થાપના નિક્ષેપ–ગુણ રહિત પરંતુ નામ સાથે આકાર તે
સ્થાપના નિક્ષેપ કહેવાય છે. ૩ દ્રવ્ય નિક્ષેપ–વસ્તુના નામ અને આકાર તથા અતીત
અને અનાગત (ભૂતકાળ અને ભવિષ્ય કાળ) ગુણે સહિત, પરંતુ વર્તમાન ગુણે રહિત તે દ્રવ્ય નિક્ષેપ
કહેવાય છે. ૪ ભાવ નિક્ષેપ–વસ્તુના નામ–આકાર અને વર્તમાન ગુણે
સહિત તે ભાવ નિક્ષેપ કહેવાય છે. જેમ – नाम जिणा जिण नामा, ठवण जिणा पुण जिणिद पडिमाओ। दब जिणा जिण जीवा, भाव जिणा समवसरणथ्था ॥
શ્રી જિનેશ્વર દેવનાં શાંતિનાથ વિગેરે નામે તે નામ જિન કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org