SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પર અણછાજતા શબ્દોથી હુમલા કર્યા છે. અભિનિવેશ મિથ્યાત્વની પકડવાળા તે ગાંધીએ નોંધાવેલા તે સમસ્ત વિરોધમાં નીચે મુજબના શબ્દ પ્રયોગ કર્યો છે. જેવા કે “નિક્ષેપાનું ઉપર ચોટીયું જ્ઞાન, શબ્દને મન મા નિક્ષેપ કર, જિનાજ્ઞાની ઉપેક્ષા, અંધશ્રદ્ધાદિ” અનેકવિધ શબ્દો નવાજીને પિતાની જાતને ઓળખાવે છે અને પોતાના જીવનને ભારે કરે છે તે તદ્દન દયાજનક છે. ત્રીજા પાના પરના વિરોધ પછી પણ આ પુસ્તિકામાં ઠામ ઠામ વિરોધોને ઉપર જણાવેલ વ્યક્તિના નામથી વાંચ્યા વિચાર્યા ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે છે કે તે બધા શબ્દ પિતાના જીવન પ્રત્યે લાગુ પાડીને અંધ શ્રદ્ધાના વેગમાં જિનાજ્ઞાની ઉપેક્ષા નહિં પણ જિનાજ્ઞાને ઈરાદાપૂર્વક ભંગ કરીને સ્થાનકવાસી સંપ્રદાયના કદાગ્રહમાં ચકક્યુર બનીને સ્પષ્ટ પ્રગટ સૂર્યને નહિં દેખવામાં ઘુવડ જેવી દશા ભેગવી રહ્યા છે. વિરોધ કરનારના વિરેની સામેના સમાધાને વિવેકપૂર્વક વાંચે તે જરૂર તે વિરે અલ્પજીવી છે અને અલ્પજીવી રહેશે એમ સમજાયા વગર નહિં જ રહે. કારણ કે મૂર્તિ પૂજા પુસ્તકના સંપાદક પ્રત્યેના આ વિરોધ નથી પણ તે વિરોધ સૂત્રકાર મહર્ષિઓના લખાણ પ્રત્યેને જ છે અને તેમના પ્રત્યેને ગંદે પ્રચાર છે, તે વિકિ વાંચકે અને વિરોધ કરનારે સમજવું જોઈએ. સંપાદકે તે પિતાની જવાબદારી-જોખમદારી લખાણમાં રાખી નથી, પરંતુ શાસન ભાન્ય મહર્ષિઓના વચનને સુપરત કરી છે. - આ પુસ્તિકાના પ્રથમ પ્રકરણ પૃ. ૧ થી પૃ. ૧૨૧ સુધીના પૃષ્ઠોમાં મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાની સિદ્ધિ શાસ્ત્ર પાઠોથી સિદ્ધ કરી છે. બીજું પ્રકરણ પૃષ્ઠ. ૧૨૨ થી પૃ. ૧૭૫ સુધીના પૃષ્ઠોમાં મૂર્તિ પ્રત્યે અણગમ ધરાવનારાઓને સંક્ષિપ્ત ઈતિહાસ વાંચવાથી વિરોધની વાસ્તવિક્તા સ્પષ્ટ થાય છે. ત્રીજું પ્રકરણ પૃ. ૧૭૬ થી પૃ. ૧૯૭ સુધીના પૃષ્ઠોમાં જૈનાગને આશ્રય લઈને સૂત્રાદિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy