________________
જયજી મહારાજે કરી છે, અને સકલ સંધની શ્રદ્ધાને તેઓશ્રીએ કઢીભૂત બનાવી છે. આથી ગ્રંથનું મૂર્તિપૂજા નામ એ નિક્ષેપની રીતિથી પણ વ્યવસ્થિત છે.
ગ્રંથની વિશિષ્ટતા - મૂર્તિપૂજા માટે ચાર નિક્ષેપની વાસ્તવિક વ્યવસ્થાને વિશેષાવશ્યકના કત ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાક્ષમણના શબ્દોથી સિદ્ધ કરી બતાવવામાં, અને પુરવણીરૂપે પ્રભુ મહાવીરથી ક્રમશઃ ૪૪ ચુમ્માલીમી પાટે જેઓશ્રી શાસનના પટ્ટધર છે, અને છડું ગુણ નિષ્પન્નનામ જેઓશ્રીના નામથી શરૂ છે, તે તપાગચ્છને ( પ્રથમ નિગ્રંથનામ, ૨ કેટિકનામ, ૩ ચન્દ્રગચ્છનામ, ૪ વનવાસી ગ૭, ૫ વડગચ્છ અને તે તે પછી છઠું નામ તપગચ્છ) પ્રવર્તાવનાર પૂજ્ય શ્રી જગચ્ચન્દ્ર સૂરિશ્વરજી છે, અને તેઓશ્રીના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ સત્યવંદન ભાષ્યથી ચાર નિક્ષેપની માન્યતાને વધુ સુદ્રઢ બનાવી છે.
મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાની સિદ્ધિ માટે આ ગ્રંથના પ્રકરણ પહેલાના પૃ. ૧થી પૃ. ૧૨૧ સુધીનાં પૃષ્ઠો અનેકવિધ રીતિએ યુક્તિ, પ્રયુકિત, દાખલા દલીલના લખાણમાં રેકેલાં છે. ચાર નિક્ષેપની વ્યવસ્થા વાંચકોના હૃદયમાં સુસ્થિત બને એ હેતુથી શંકા સમાધાનેથી અને વિશેષતઃ મૂર્તિ સંબંધના સ્થાપના નિક્ષેપની સાર્થકતાને શાસ્ત્રીય પદ્ધતિથી વિશેષાવશ્યક, અનુયોગદ્વાર સૂત્રના સાક્ષિપાઠ વિગેરેથી તથા નામ નિક્ષેપને કલ્યાણમંદિરની ગાથાથી આદરણીય બીનાથી જણવેલ છે. એટલું જ નહિં પણ અહિંસાને પરમાર્થને નહિ પીછાણનારાઓ સ્થાપનારૂપ અરિહંતની પૂજામાં હિંસા બતાવે છે, અને અપૂજનીય માને છે તેવાઓને પણ હેતુ–સ્વરૂપ—અનુબંધ હિંસાના સ્વરૂપ પ્રતિપાદનથી મૂર્તિપૂજાની સાર્થકતા અહિંસા સ્વરૂપે જણાવી છે. એટલું જ નહિં પણ સાથે સાથે એકાન્તવિધિ નિષેધ અને સ્વાદ રહસ્યના પરમાર્થને શાસ્ત્રીય સાક્ષિપઠોથી વધુ છણવટ કરીને મૂર્તિપૂજાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org