________________
માર્તપૂજા
२०८ કરતા હોય તે તે સમયે યોગ્ય પ્રતિકાર કરનાર ઉપર અસહિષ્ણુતાને દોષારોપ કરે છે તેવા સંજોગોમાં તે કદાગ્રહીઓને ગમે તેમ પ્રચાર કરવા દેવામાંજ સહિષ્ણુતા રાખવાનું કહેનારાઓ એ અર્થમાંજ સહિષ્ણુતાને પ્રચાર કરતા હોય તે એ પ્રચાર ઘરમાં ઘોર અન્યાય કેટિને છે એમ આપણે કહેવું જ પડે.
ધર્મના નામેજ થતે અધર્મને પ્રચાર અટકાવવા માટે, શ્રી જૈન શાસને જગતમાં ભારેમાં ભારે અને સફળ પ્રયાસ કર્યો છે, જેના પરિણામે અનેકાનેક આત્માઓ ઉન્માર્ગના ભંગ થતા બચી જવા પામ્યા છે. સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે શ્રી જૈનશાસને ઉઠાવેલી જહેમત પાર વિનાની છે. છતાં એવી જહેમતને ક્યારેય કેઈએ પણ ધર્માધતા નામે કે અસહિષ્ણુતાના નામે જાહેર કરી નથી. જ્યારે માનવસમાજના ઉદ્ધાર કે અધપાતની વાત કરવી હશે, ત્યારે સત્યાસત્ય મતની પરીક્ષા ઉપર પણ આવવું પડે છે. તેવી પરીક્ષા સિવાય પણ કદાપિ ચાલી શકે તેમ નથીજ. અધઃપાતને માર્ગ છેડીને ઉદ્ધારના માર્ગ ઉપર જે કઈને આવવું હશે, તેણે સત્ય અને અસત્યને વિભાગ કરજ પડશે અને એ વિભાગ કરી અસત્યને છેડી સત્યના મક્કમ અનુયાયી બનવું જ પડશે. જેઓ સત્યાસત્યને વિભાગ કરવાની જ ના પાડે છે અગર અસત્યને પણ સત્યની તુલનામાંજ ગણી લેવાનું શીખવે છે તેઓ માનવસમાજના ઉદ્ધારના એકના એક વાસ્તવિક માર્ગને રૂંધવાનું કાર્ય કરનારાઓ છે.
આજે એકજ જૈનધર્મ પાળનારાઓમાં પણ અનેક મતે દ્રષ્ટિગોચર થાય છે. એમાં કયો મત સાચા જૈન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org