________________
૨૦૮
મૂર્તિપૂજા ધ્યાનમાં રાખીને જ, આજે શ્રી જૈનશાસનમાં ઉત્પન્ન થયેલા કેટલાક બહુલકર્મી આત્માઓ જિનપૂજાની શ્રદ્ધાના પાયા હચમચાવવા ભારેમાં ભારે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓના તે પ્રયત્નમાં તેમને કેટલી સફળતા મળી છે, તે ઉઘાડી આંખે દેખી શકાય એવું હોવાથી તેને અહીં ચર્ચવા જરૂર નથી. પરંતુ શાસનને પાયે શ્રદ્ધા છે અને શ્રદ્ધાને જ ઉડાડવાને પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાનો પ્રયત્ન કરનારા છે એટલું જ સમજાવવું આ સ્થળે ઉપયુક્ત છે.
તેમના ઉપરોક્ત પ્રયત્નને સુલભ અને સફલ બનાવવામાં તેમને આજની કહેવાતી સહિષ્ણુતાને એક જબરજસ્ત સહારે મળી ગયા છે. સહિષ્ણુતાને અર્થ ઠેષાભાવ કરવામાં આવતો હોય તે તે કઈ પણ ન્યાય પ્રિય વ્યક્તિને તેની સામે વાંધો ઉઠાવવા પણું હેઈ શકે જ નહિ પરંતુ આજે સહિષ્ણુતાને જે સ્વરૂપ અપાઈ રહ્યું છે એ બહારથી ન્યાય વૃત્તિ દેખાવા છતાં પણ, પરમાર્થથી ન્યાયનું જ નિકંદન કાઢનારી છે.
આત્મ કલ્યાણના માર્ગમાં દરેક આત્મા સ્વતંત્ર છે. અમુક પ્રકારે જ આચારનું પાલન કરવું એ તે આચાર પાલકના વિચારની વાત છે. કેઈ આત્માની રૂચિ ચેચ માર્ગનું સ્વરૂપ સમજાવ્યા છતાંય તે માગે આચરણ કરવાની ન હોય તેથી તેવા આત્માઓ પ્રત્યે અસહિષ્ણુતા પ્રદર્શિત કરવાનું કેઈ સમજુ માણસ કહેજ નહિ. તેવા આત્માઓ પ્રત્યે જ્ઞાની પુરૂષે મધ્યસ્થ ભાવનાથી જ જુએ છે. પરંતુ જે આત્માઓ સ્વમાન્યતાના કદાગ્રહી બનીને અન્ય આત્માઓની સુશ્રદ્ધાનાં મૂળ વેરવિખેર કરવા પ્રયત્ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org