________________
૨૦૦
મૂર્તિપૂજા વિરેાધકે પિતાની બાહ્ય દેખાતી આડંબરી ત્યાગ તપશ્ચર્યા કે કિયા વડે ભેળા લોકોને મુગ્ધ કરે છે. જુઓ ! અમારામાં ધર્મની ટેક કેટલી છે? અને તમારામાં કંઈ નથી. આવું આવું ઠસાવી ઉધા પાટા બાંધે છે. ભેળા અજ્ઞાની માણસે તે જોઈ ભ્રમણામાં પડી જાય છે. અને મૂર્તિપૂજક સાધુ કે શ્રાવક વર્ગની ક્રિયા પ્રત્યે અરુચિવાળા થઈ મૂર્તિ વિરેાધકની કિયા અને તપશ્ચર્યાની મુક્ત કંઠે પ્રશંસા કરવા માંડે છે. અરે! આપણામાં તે કંઈ નથી. આપણામાં તે સાધુએ ય અંદર અંદર લડે છે. આવું આવું બેલી મૂર્તિ પૂજક સાધુઓ પ્રત્યે શ્રદ્ધાહીન થઈ જાય છે. અને પછી તેવાઓમાં મૂર્તિ વિરેાધકને પિતાની શ્રદ્ધા જમાવવાને લાગ ફવે છે.
આવા સ્થાનમાં મૂર્તિપૂજક સમાજે સવેળા ચેતી જવું જોઈએ. તે પ્રચારના વેગને રોકવા તનતોડ પ્રયત્ન કરે જોઈએ. તેમાં નહિ દક્ષિણ્યતા રાખવી જોઈએ કે નહિ ભય રાખવું જોઈએ. તેને લગતા સાહિત્યને ખૂબ પ્રચાર કરે જોઈએ. સમાજના અગ્રેસરે તેમાં ઉપેક્ષા સેવવાથી મૂર્તિ પૂજક સમાજના ઐક્યને જબરજસ્ત ફટકે પહોંચે છે. સમાજની સ્થિતિ વેરવિખેર થયા પછી જાગૃત થવું એ તે રડયા પછી ડહાપણુ લાવવા જેવું બને છે. જે તારક પરમાત્માની મૂર્તિપૂજા વડે અનંત સંસારથી મુક્ત થવાય, ચાલુ ભભવની રખડપટ્ટી ટળી જાય અને જેની આરાધનાથી દુઃખના લેશ વિનાનું સંપૂર્ણ અને સદાસ્થાયી સુખ મળે તે પ્રતિમાના દ્વેષીઓ પ્રતિમા પૂજકેમાં મૂર્તિપૂજાની દ્રઢ શ્રદ્ધાનાં મૂળ હચમચાવી નાખવાને કે મૂર્તિપૂજકેમાં અંદર અંદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org